MORBI:મોરબીમાં ફ્લેટમાં ચાલતી જુગારની ‘મીની ક્લબ’ પર પોલીસનો દરોડો: રૂ. ૭.૨૦ લાખની રોકડ સાથે ૮ જુગારીઓ ઝડપાયા







MORBI:મોરબીમાં ફ્લેટમાં ચાલતી જુગારની ‘મીની ક્લબ’ પર પોલીસનો દરોડો: રૂ. ૭.૨૦ લાખની રોકડ સાથે ૮ જુગારીઓ ઝડપાયા


મોરબીના રવાપર-ધુનડા રોડ પર આવેલી શક્તિ ટાઉનશીપ-૨માં પોલીસે જુગારના એક મોટા અખાડાનો પર્દાફાશ કર્યો છે. એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ચાલતી જુગારની આ ‘મીની ક્લબ’ પર મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કુલ ૮ જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂ. ૭,૨૦,૦૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે રવાપર-ધુનડા રોડ પર આવેલી આધ્યા હાઇટ્સ એપાર્ટમેન્ટના બ્લોક નં. ૨૦૪માં રસિકભાઈ ફેફર નામનો શખ્સ બહારથી માણસો બોલાવી, નાલ (કમિશન) ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવે છે.

આ બાતમીના આધારે પોલીસે તુરંત જ ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન ફ્લેટમાં ગંજીપત્તાના પાનાં અને રોકડ રકમ વડે હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા ૮ શખ્સો મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ૮ શખ્સોની ધરપકડ કરી છે:રસિકભાઈ ગણેશભાઈ ફેફર (ઉં.વ. ૩૪) – રહે. આધ્યા હાઇટ્સ, શક્તિ ટાઉનશીપ-૨, મોરબી (મુખ્ય સંચાલક)
પ્રકાશભાઈ વશરામભાઈ ફેફર (ઉં.વ. ૪૮) – રહે. અમીધારા એપાર્ટમેન્ટ, આલાપ રોડ, મોરબી
ભરતભાઈ ગોરધનભાઈ સવસાણી (ઉં.વ. ૫૨) – રહે. સોહમ પેલેસ, અવની ચોકડી, મોરબી
જેન્તીલાલ ગાંડુભાઈ ઠોરીયા (ઉં.વ. ૪૯) – રહે. સરદાર પેલેસ, શનાળા બાયપાસ, મોરબી
મીઠાલાલ મનજીભાઈ ફેફર (ઉં.વ. ૬૦) – રહે. રાજનગર, પંચાસર રોડ, મોરબી (મૂળ રહે. હિરાપર, તા. ટંકારા)
યોગેશભાઈ ભીમજીભાઈ અમૃતિયા (ઉં.વ. ૪૧) – રહે. સતનામનગર, કેસર હાઇટ્સ પાછળ, મોરબી
ગણેશભાઈ નરભેરામભાઈ ફેફર (ઉં.વ. ૬૧) – રહે. ઓમ પાર્ક, ઉમિયા સર્કલ પાસે, મોરબી (મૂળ રહે. હિરાપર, તા. ટંકારા)
પ્રભુભાઈ સુંદરજીભાઈ ભાલોડીયા (ઉં.વ. ૬૦) – રહે. હાલ ચાચાપર, તા. મોરબી (મૂળ રહે. શ્યામ પાર્ક, મોરબી) પોલીસે તમામ આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૭,૨૦,૦૦૦/- ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તમામ આઠેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને ધોરણસરની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે.


