MORBI:મોરબીમાં ફ્લેટમાંથી દાગીના ચોરી કરનાર ઈસમ મુદામાલ સાથે ઝડપાયો
MORBI:મોરબીમાં ફ્લેટમાંથી દાગીના ચોરી કરનાર ઈસમ મુદામાલ સાથે ઝડપાયો
મોરબી શહેરમા ભકિતનગર સર્કલ રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસમા ફલેટમાંથી સોનાના દાગીના ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભકિતનગર સર્કલ રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસમા ફલેટમાથી દરવાજાનો લોક ખોલી ફલેટમાથી દાગીના સોનાના બલોયા જોડી-૧ તથા પેન્ડલબુટી જોડી-૧ તથા એક સોનાનો ચેઇન એક તોલાનો ચેઇન મળી કુલ કિ.રૂ.૯,૧૦,૦૦૦/- ની ચોરી થયેલાની ફરીયાદીની ફરીયાદના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ હતો.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ એ હ્યુમન સોર્સીસના આધારે બાતમી મળેલ કે ફલેટમા ચોરી થયેલ તેમા તેના પાડોશી હોવાની બાતમી મળતા આરોપીની પુછપરછ કરતા તેને જણાવેલ કે તેમના પાડોશી ફરીયાદી બહારગામ જતા તેના ઘરે કોઇ હાજર નહોય જેથી દરવાજાનો લોક ખોલી ચોરી કરેલાની કબુલાત આપેલ હોય અને ચોરી કરેલ દાગીના તેની શનાળા રોડ ઉપર આવેલ શુભ પ્લાયવુડ નામની દુકાનમાં રાખેલાનુ જણાવતા તેમની દુકાનેથી ચોરીમા ગયેલ તમામ સોનાના દાગીના કિ.રૂ.૯,૧૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી મીલનભાઇ લાલજીભાઇ ફેફર ઉ.વ.૨૯ રહે. મોરબી ભકિતનગર સર્કલ રાજેશપાર્કે જીવનજયોત હાઇટસ બ્લોકનં. ૫૦૧વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.