GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વાઘપરાના નાકા પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો




MORBI:મોરબીના વાઘપરાના નાકા પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો


મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના વાઘપરાના નાકા પાસે એક ઈસમ પ્લાસ્ટિકના બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભો હોય જેથી તેની તલાસી લેતા બાચકામાંથી વિદેશી દારૂ મેકડોવેલ્સ ત્રિપલ એક્સ રમની ૧૮૦મીલી. ક્ષમતાની ૨૦ બોટલ કિ.રૂ.૩,૦૦૦/-મળી આવી હતી જેથી તુરંત આરોપી રમીઝખાન નૂરખા સીપાઈ ઉવ.૩૭ રહે.કાલિકા પ્લોટ શેરી નં.૧ વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી, આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.




