JAMNAGAR:જામનગર ગેરકાયદેસર ખનીજ વહન કરતા ૩ ડમ્પર ઝડપાયા, ₹૭૫ લાખનો મુદ્દામાલ સીઝ કરતી રાજકોટ રેન્જ ટીમ







JAMNAGAR:જામનગર ગેરકાયદેસર ખનીજ વહન કરતા ૩ ડમ્પર ઝડપાયા, ₹૭૫ લાખનો મુદ્દામાલ સીઝ કરતી રાજકોટ રેન્જ ટીમ
રાજકોટ રેન્જમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા અને કુદરતી તેમજ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS) ની સૂચના અન્વયે રાજકોટ રેન્જ પોલીસને મોટી સફળતા મળી છે. રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલ ના માર્ગદર્શન હેઠળ કાર્યરત ટીમે જામનગરના શેઠવડાળા વિસ્તારમાંથી લાખો રૂપિયાનું ગેરકાયદેસર ખનીજ ઝડપી પાડ્યું છે.



ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી
રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, અને શ્રી સી.એમ.કાંટેલીયા સહિતનો સ્ટાફ ખનીજ ચોરોને પકડી પાડવા માટે હ્યુમન સોર્સ અને વર્કઆઉટનો ઉપયોગ કરી રહ્યો હતો. આ દરમિયાન PSI શ્રી સી.એમ.કાંટેલીયા અને સ્ટાફના સંદિપસિહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ તેમજ ડ્રાઇવર ધર્મેન્દ્રસિહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે શેઠવડાળા પોલીસ સ્ટેશન હેઠળના ભોજાબેડી ગામ તરફ જવાના રસ્તા પર વોચ ગોઠવવામાં આવી હતી.
રૂપિયા ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે બાતમીવાળા સ્થળેથી ગેરકાયદેસર રીતે લાઇમ સ્ટોન ભરીને પસાર થતા ત્રણ ડમ્પરોને અટકાવ્યા હતા. તપાસ દરમિયાન આ ત્રણેય ડમ્પરોમાંથી વગર પાસ-પરમિટનું બિનઅધિકૃત ખનીજ મળી આવ્યું હતું. પોલીસે ઝડપેલા ડમ્પરો અને ચાલકોની વિગત નીચે મુજબ છે:
૧ આસીફ હબીબ સમા (રહે. ભોજાબેડી) GJ 10 AT 6623 ૨૩.૧૫ મેટ્રિક ટન ₹૨૫,૦૦,૦૦૦/-
૨ વલીમામદ નુરમામદ (રહે. લલોઇ) GJ 10 AT 6624 ૨૫.૧૨ મેટ્રિક ટન ₹૨૫,૦૦,૦૦૦/-
૩ સબીર મામદ સમા (રહે. જામજોધપુર) GJ 10 AT 6625 ૨૨.૯૯ મેટ્રિક ટન ₹૨૫,૦૦,૦૦૦/-
રાજકોટ રેન્જની ટીમે ત્રણેય ડમ્પરો સહિત કુલ ₹૭૫,૦૦,૦૦૦/- (પંચોતેર લાખ રૂપિયા) નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. ત્યારબાદ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવી કાયદેસરનું રોજકામ કરાવવામાં આવ્યું હતું. હાલ આ સમગ્ર મુદ્દામાલ આગળની કાયદેસરની ઘટતી કાર્યવાહી કરવા માટે શેઠવડાળા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.



