MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરામાં રીબેટ મેળવવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર: ઓનલાઇન વેરો ભરવાની સુવિધા શરૂ

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરામાં રીબેટ મેળવવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર: ઓનલાઇન વેરો ભરવાની સુવિધા શરૂ
મોરબી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મિલકતવેરા પર રીબેટ યોજના અંગે અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. ચાલુ વર્ષના મિલકતવેરાની ચુકવણી પર મળવાપાત્ર રીબેટનો લાભ મેળવવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.
નાગરિકો સમયસર મિલકતવેરો ભરપાઈ કરે તો મહાનગરપાલિકાને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, રસ્તા અને સ્ટ્રીટલાઈટ જેવી પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવામાં મદદ મળશે. આ ઉપરાંત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા ગ્રામ્ય વિસ્તારોની મિલકતોનો પણ નિયમોનુસાર ગ્રેડ નક્કી કરવામાં આવ્યો છે.
ઓનલાઇન વેરો ભરવા માટેની સુવિધા:
નાગરિકોની સરળતા માટે મહાનગરપાલિકાએ ડિજિટલ માધ્યમો ઉપલબ્ધ કરાવ્યા છે:
વેબસાઇટ: https://mmcgujarat.in/ પર જઈને ઓનલાઇન ટેક્સ ભરી શકાશે.
મોબાઇલ એપ્લિકેશન: Google Play Store પરથી Morbi Municipal Corporation ની (લોગોવાળી) એપ્લિકેશન ડાઉનલોડ કરી, મિલકત નંબર દાખલ કરીને પ્રોપર્ટી ટેક્સ તેમજ વ્યવસાયવેરો (પ્રોફેશનલ ટેક્સ) સરળતાથી ભરી શકાય છે.
અંતિમ દિવસોમાં થતી ભીડ અને ટેકનિકલ અસુવિધાથી બચવા માટે મોરબી મહાનગરપાલિકાએ તમામ મિલકતધારકોને વહેલી તકે વેરો ભરપાઈ કરી રીબેટનો લાભ લેવા અને મોરબીને સ્વચ્છ, સુંદર તથા વિકસિત બનાવવામાં સહભાગી બનવા અપીલ કરી છે.









