MORBI:મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન નૉ શુભારંભ અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડીથી કરવામાં આવ્યો







MORBI:મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન નૉ શુભારંભ અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડીથી કરવામાં આવ્યો



મોરબી માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા લેપ્રસી અધિકારીશ્રી ના માર્ગદર્શન મુજબ આ અભિયાન ના શુભારંભ કરવા માં આવ્યો જેમાં માંન.કોર્પોરેટ મેઘરાજ સિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર સુરેશભાઇ સિરોહિયા તેમજ મિડિયા ના સાહુનભાઈ પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પી.કે શ્રીવાસ્તવ સાહેબ, અર્બન હેલ્થ સેન્ટરના ડૉ.શ્યામ સોમૈયા સર તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર માંથી DPC પિયુષભાઈ જોશી , લેપ્રસી પેરા મેડિકલ વર્કર ધર્મેન્દ્ર ભાઈ વાઢેર હાજર રહ્યા હતા.
મોરબી જિલ્લા માં “લેપ્રસી કેસ ડિટેક્શન” હેઠળ ૨,૭૪,૯૯૮થી વધુ લોકોનું લેપ્રસી અંતર્ગત કરાશે સ્ક્રીનિંગ
લેપ્રસીના દર્દીને સમયસર સારવાર તેમજ સહાય મળી રહે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવશે
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે ૮ જૂનથી ૧૮ જૂન દરમિયાન ‘લેપ્રસી કેસ ડિટેક્શન’ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. લેપ્રસીના કારણે દર્દીની શારીરિક, માનસિક અને આર્થિક અવદશા ન થાય અને તેને સમયસર સારવાર તેમજ સહાય મળી રહે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવશે.
આ ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય, આશા બહેનો અને પુરુષ સ્વયંસેવકોની (વોલન્ટિયર્સની) વિશેષ ટીમો પ્રત્યેક ઘરની રૂબરૂ મુલાકાત લેશે. આ ટીમો પરિવારના તમામ સભ્યોની રક્તપિત્ત અંગે શારીરિક તપાસ કરશે અને નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવશે.
રાજયના નિયત કરેલા ૨૨ લો એન્ડેમિક જિલ્લા માં મોરબી જિલ્લા ની સમાવેશ થાય છે જેમાં મોરબીના કુલ ૫ તાલુકામાં ૧૦૭ ગ્રામ્ય વિસ્તાર/પોકેટ એરિયામાં આ અભિયાન ચાલશે. જેમાં જિલ્લાની ૧૫૬ ટીમો દ્વારા અંદાજીત ૨૭૪૯૯૮ નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.

સર્વે દરમિયાન જો કોઈ પણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે, તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC), જનરલ હોસ્પિટલ અથવા સરકારી મેડિકલ કોલેજ ખાતે મોકલી આપવામાં આવશે.


