Halvad:હળવદના ચરાડવા ખાતે આવેલા મહાકાલી મંદિરના મહંત દયાનંદગિરી બાપુ પંચમહાભૂતમાં વિલીન
Halvad:હળવદના ચરાડવા ખાતે આવેલા મહાકાલી મંદિરના મહંત દયાનંદગિરી બાપુ પંચમહાભૂતમાં વિલીન
મોરબી-હળવદ હાઇવે પર આવેલા ચરાડવા ગામ પાસે શ્રધ્ધાના સ્થાનક એવા મહાકાળી આશ્રમના સ્થાપક પૂ. દયાનંદગિરિબાપુએ ૧૩૩ વર્ષની વયે મહાપ્રયાણ કર્યું છે. આજે વહેલી સવારે પ.૩0 વાગ્યે તેઓએ દેહત્યાગ કર્યો હતો. પૂ.બાપુ અપાર લોકચાહના ધરાવતા હતા. અસંખ્ય લોકોના દુ:ખ-દર્દ દુર કર્યા હતા. તેમના માર્ગદર્શનથી અનેક સાધકો આધ્યાત્મીક માર્ગે વિચરી રહ્યા છે.
પૂ.દયાનંદગિરિબાપુના પાર્થિવદેહને આજે સવારે ચરાડવાના શ્રી મહાકાળી માતાજીના આશ્રમે દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. જયાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા હતા. બપોરે ૧૧ વાગ્યે પાલખી યાત્રા નીકળી હતી. જેમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતી. આ પાલખી યાત્રાનું ચરાડવા ગામમાં પરિભ્રમણ કરાયું હતું.બાદમાં સાંજે પ.૩૦ વાગ્યે ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમે સમાધી આપવામાં આવી હતી.બાપુ 1988થી આ આશ્રમમાં સેવાની સુવાસ ફેલાવી રહ્યા હતા. એક ભક્તના કહેવા અનુસાર બાપુ પોતે જ એવુ માનતા કે એમનો દેહત્યાગ સૌરાષ્ટ્રની ધરતીમાં થાય કેમકે તેમના ગુરુ એ જણાવ્યું હતું કે આ ભૂમિ સંતો અને સુરાઓની છે.આ ઉપરાંત બાપુ અંદ્ધશ્રદ્ધામાં પણ ક્યારેય માનતા ન હતા. બાપુ એ જીવન પરસ્ત ગૌસેવા -1-અબોલ જીવોની સેવા અને માનવ સેવાની ધૂણી ધખાવી હતી. પોતે આયુર્વેદ ઉપચાર ના જાણકાર હોય અનેક દર્દી નારાયણને કેન્સર જેવા જટિલ રોગોમાં સારવાર આપી સ્વસ્થ બનાવ્યા હતા. તેઓ અહીં દર વર્ષે મોટા પાયે ધાર્મિક ઉત્સવની ઉજવણી કરતા હતા. જેમાં નવરાત્રી, શ્રીમદ્ ભગવત કથા, શ્રી દેવી ભાગવત, શ્રી શિવ મહાપુરાણ સહિત કથા દ્વારા ધાર્મિક ઉત્સવનું આયોજન પૂજ્ય બાપુ ની નિશ્રામાં થતું હતું.આ આશ્રમમાં ૫૦ ઉપરાંત ગૌવંશ હોય પણ એક પણ રૂપિયાનું દૂધ, દહીં, છાસ, ઘીનું વેચાણ કર્યું નથી. શ્વાન – ઘોડા સહિત નાના મોટા 900 થી વધુ અબોલ જીવોની સેવા આ આશ્રમ માં નિઃસ્વાર્થ ભાવે થઈ રહી છે. એક પણ રૂપિયાનો ફાળો પણ હજી સુધી માંગવામાં આવ્યો નથી. આમ બાપુએ પોતાના જીવન દરમિયાન ધર્મ અને સેવાની જે ધૂણી ધખાવી લોકોના દિલમાં અમરત્વ પ્રાપ્ત કર્યું છે.