MALIYA (Miyana):માળીયા મિયાણા પોલીસ દ્વારા: ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ. 2.10 લાખના 10 ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા




MALIYA (Miyana):માળીયા મિયાણા પોલીસ દ્વારા: ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ. 2.10 લાખના 10 ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

ગુજરાત પોલીસના “સેવા, સુરક્ષા અને શાંતિ”ના સૂત્રને સાર્થક કરતી એક પ્રશંસનીય કામગીરી માળીયા મિયાણા પોલીસ સ્ટેશન દ્વારા સામે આવી છે. ટેકનોલોજીના બહેતરીન ઉપયોગ અને સતત મોનિટરિંગ દ્વારા પોલીસે ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત અંદાજે રૂ. 2.10 લાખની કિંમતના ખોવાયેલા અને ચોરાયેલા 10 મોબાઈલ ફોન શોધી કાઢીને તેના અસલી માલિકોને પરત સોંપ્યા છે.

માળીયા મિયાણા પોલીસ સ્ટાફ દ્વારા ટેકનોલોજીનો સ્માર્ટ ઉપયોગ કરીને ભારત સરકારના CEIR (Central Equipment Identity Register) પોર્ટલ પર ગુમ થયેલા મોબાઈલ ફોનની વિગતો નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની ટેકનિકલ ટીમે સતત મોનિટરિંગ અને સઘન વર્કઆઉટ હાથ ધર્યું હતું.
આ ટેકનિકલ સર્વેલન્સના પરિણામે પોલીસને કુલ 10 મોબાઈલ ફોન શોધી કાઢવામાં મોટી સફળતા મળી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 2,10,496 જેટલી થાય છે કુલ રિકવર થયેલા મોબાઈલ: 10 નંગ કુલ અંદાજિત કિંમત: રૂ. 2,10,496/- વપરાયેલી ટેકનોલોજી: CEIR (Central Equipment Identity Register) પોર્ટલ પોલીસે તમામ ૧૦ મોબાઈલ ફોન તેમના મૂળ અને સાચા માલિકોને બોલાવીને સન્માનપૂર્વક પરત સોંપ્યા હતા. પોતાના કિંમતી ફોન અને તેમાં રહેલો અંગત ડેટા સુરક્ષિત પાછો મળતા જ માલિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે માળીયા મિયાણા પોલીસની આ ઝડપી તેમજ સરાહનીય કામગીરી બદલ દિલથી આભાર માની પ્રશંસા કરી હતી.આ સફળ કામગીરીથી માળીયા મિયાણા પોલીસે સ્થાનિક જનતામાં સુરક્ષા અને વિશ્વાસની ભાવનાને વધુ મજબૂત કરી છે.



