MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા ત્રણ રસ્તા નજીક નાણાંની લેતી-દેતીમાં બે યુવકો પર છરી-ધોકા વડે જીવલેણ હુમલો: ૪ સામે ગુનો દાખલ

MALIYA (Miyana):માળીયા ત્રણ રસ્તા નજીક નાણાંની લેતી-દેતીમાં બે યુવકો પર છરી-ધોકા વડે જીવલેણ હુમલો: ૪ સામે ગુનો દાખલ

માળીયા ત્રણ રસ્તા નજીક ગઈકાલે સાંજના સમયે નાણાંની લેતી-દેતીના જૂના મનદુઃખને કારણે ચાર શખ્સોએ મોટરસાઇકલ રોકી બે યુવકો પર છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના અંગે માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, કચછ જિલ્લાના ભચાઉ તાલુકાના આમરાપર ગામે રહેતા તૈયબભાઈ ગુલામભાઈ માણેકે માળીયા મીયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે આરોપી મોસીન ઉર્ફે ડીકો સંધવાણી (રહે. નવાગામ, માળીયા), હરધોળ (રહે. નવાગામ) તથા અન્ય બે અજાણ્યા શખ્સોને નામજૂદ કર્યા છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી તૈયબભાઈને આરોપી મોસીન સાથે થોડા દિવસો પહેલાં પૈસાની લેતી-દેતી બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે વાતની અદાવત રાખી ગઈકાલે સાંજે આરોપીઓએ ફરિયાદી અને તેમના સાથી સલીમની મોટરસાઇકલ રોકી હતી. ત્યારબાદ ગાળો આપી જપાજપી કરી છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં આરોપીઓએ ફરિયાદી તૈયબભાઈને જમણા હાથે તથા પગના ભાગે માર માર્યો હતો તેમજ સાથી સલીમને સાથળ અને હાથના ભાગે ધોકા વડે ઈજાઓ પહોંચાડી શરીરે મૂઢ માર માર્યો હતો.આ બનાવ અંગે માળીયા મીયાણા પોલીસે તૈયબભાઈની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!