MALIYA (Miyana):માળીયાના કાજરડા ગામના યુવાન પર છરી અને ધોકા વડે હુમલો: ચાર સામે ફરિયાદ




MALIYA (Miyana):માળીયાના કાજરડા ગામના યુવાન પર છરી અને ધોકા વડે હુમલો: ચાર સામે ફરિયાદ
માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા એક યુવાન પર જૂની અદાવત રાખી ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ધંધાની હરીફાઈ અથવા અણગમો રાખીને થયેલા આ હુમલા અંગે માળીયા મીયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


મળતી વિગત મુજબ, કાજરડા ગામે રહેતા મહેબુબભાઈ મુસાભાઈ કાજેડીયા (ઉ.વ. ૩૭) અરણીટીંબા ટોલ નાકા પાસે ભાડે દુકાન રાખીને ઈંડા અને મરઘી વેચવાનો વ્યવસાય કરે છે. આ વ્યવસાય આરોપીઓને પસંદ ન હોય, જેનો ખાર રાખીને ગત રોજ બોલાચાલી કરવામાં આવી હતી.ત્યારબાદ માળિયા ત્રણ રસ્તા પાસે રહેતા મોસીન નુરાલી મોવર, ફારૂક નુરાલી મોવર, વલીમહમદ નુરાલી મોવર અને એક અજાણ્યા શખ્સે ભેગા મળીને મહેબુબભાઈ સાથે ગાળાગાળી કરી હતી. ઝપાઝપી દરમિયાન આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ મહેબુબભાઈને છરીના ઘા ઝીંકી દીધા હતા અને ધોકા વડે મુંઢમાર મારી ઈજા પહોંચાડી હતી.આ બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાને ચારેય શખ્સો વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



