MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયાના ખાખરેચી ગામે નજીવી બાબતે ભાઈ-બહેન પર લાકડી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ

 

MALIYA (Miyana):માળિયાના ખાખરેચી ગામે નજીવી બાબતે ભાઈ-બહેન પર લાકડી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ

 

માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે ફોન પર થયેલી બોલાચાલીની અદાવતમાં એક જ પરિવારના મહિલા સહિત ત્રણ શખ્સોએ ઘર બહાર બોલાવી યુવકને લાકડીનો ઘા ઝીંકી તેમજ તેની બહેનને પણ માર મારવામાં આવેલ હોવાની ફરીયાદ નોંધાઈ છે.


માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા અને ડાક વગાડવા તેમજ છૂટક મજૂરીનું કામ કરતા રાજુભાઈ બાબુભાઈ રાઠોડ (ઉ.વ.૩૪)એ તેમના જ ગામના આરોપી ધનજીભાઈ ઉર્ફે મુન્નો દેવજીભાઈ રાઠોડ, પુનમબેન ધનજીભાઈ રાઠોડ, તથા સતીષ ધનજીભાઈ રાઠોડ વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આ આરોપી ધનજીભાઈએ ફરીયાદીને ફોન કરતા બંને વચ્ચે બોલાચાલી થતા તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ઘર બહાર બોલાવી ફરીયાદી આવતા આરોપીઓએ ફરીયાદીના ગાલ ઉપર પાંચ છ ઝાપટ મારતા વચ્ચે ફરીયાદીના બહેન સોનુબેન આવતા આરોપીઓએ સોનુબેનને વાળા પકડી નીચે પછાડી બંને બહેન ભાઈને લાકડીના ધોકા વડે મારમારી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Back to top button
error: Content is protected !!