MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા કચ્છ હાઈવે પર બોલેરો ગાડીએ બલેનો કારને ઠોકર મારતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત

MALIYA (Miyana):માળીયા કચ્છ હાઈવે પર બોલેરો ગાડીએ બલેનો કારને ઠોકર મારતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત

 

 

મોરબી કચ્છ નેશનલ હાઇવે રોડ પર સુરજબારી ચેક પોસ્ટ આગળ રોડ પર ટ્રાફિક ના લિધે યુવકે બલેનો કાર બ્રેક મારી ઉભી રાખતા પાછળ થી બોલેરો ગાડીએ ઠોકર મારતાં બલેનો કાર ટ્રક સાથે અથડાતાં બલેનો કારમાં બેઠલ પાંચ વ્યકિતને ઇજા પહોંચી હોવાથી આરોપી બોલેરો કાર ચાલક માંળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ ગામે હરીઓમ પાર્ક ડી-૦૫ માં રહેતા અંકિતભાઈ ચંદુભાઈ ધોળુ (ઉ.વ.૩૨) એ આરોપી બોલેરો પીકઅપ રજીસ્ટર નંબર -એપી-૧૬-ટીસી-૮૬૨૭ ના ચાલક વિરુદ્ધ માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળી બોલેરો પીકઅપ રજી‌સ્ટર નં. AP-16-TC-8627 વાળી પુર ઝડપે ચલાવી ફરીયાદી ના હવાલા વાળી બલેનો કાર રજીસ્ટર નંબર GJ-36-AC-3190 કે જે આગળ ટ્રાફીક હોય ફરીયાદીએ બ્રેકમાંરી ઉભી રાખતા પાછળથી આવી ઠોકર મારતાં બલેનો કાર આગળ ઉભેલ અજાણ્યા ટ્રકની પાછળ ભટકાઇ જતા ફરીયાદીને સામાન્ય ઇજા તથા કારમાં બેઠેલ ફરીયાદીના પત્ની તરૂણાબેને માથાના ભાગે ઇજા તથા દીકરો અક્ષર (ઉવ.૧૦)ને જમણા પગે સાથળના ભાગે ફેકચર કરી તથા ફરીયાદીના કાકા શાંતિલાલ મગનલાલ ધોળુને માથાના ભાગે તથા કાકી શમતાબેન શાંતિલાલ ધોળુને જમણી આખ ઉપર મુઢ ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!