MALIYA (Miyana :માળિયા મિયાણાના કાજરડા ગામે સામાન્ય બાબતમાં દુકાનદાર પર લાકડાના ધોકા વડે હુમલો: પોલીસ ફરિયાદ નોંધાઈ




MALIYA (Miyana :માળિયા મિયાણાના કાજરડા ગામે સામાન્ય બાબતમાં દુકાનદાર પર લાકડાના ધોકા વડે હુમલો: પોલીસ ફરિયાદ નોંધાઈ

માળિયા મિયાણા તાલુકાના કાજરડા ગામે સવારે દુકાન પાસે ટીખળ (ટીંગલો) કરવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે મનમાં ખાર રાખી, બપોરે રેશનિંગ દુકાનદારને રસ્તામાં આંતરી લાકડાના ધોકા વડે માથામાં ફટકારી ઈજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ, કાજરડા ગામે રહેતા અને વેપાર કરતા ૪૦ વર્ષીય ઈસ્માઈલભાઈ કાજેડીયાએ આરોપી જલાઉદ્દીન હસણભાઈ કાજેડીયા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સવારના સમયે આરોપી ગામમાં ટીખળ (મજાક-મસ્તી) કરતો હોવાથી ફરિયાદી ઈસ્માઈલભાઈએ તેને તેમ કરવાની ના પાડી ટોક્યો હતો.
આ બાબત આરોપી જલાઉદ્દીનને સારી ન લાગતા તેણે મનમાં ખાર રાખ્યો હતો. ત્યારબાદ બપોરે રસ્તામાં ફરિયાદીને આંતરીને બોલાચાલી તેમજ ગાળાગાળી કરી હતી અને ઉશ્કેરાઈ જઈ લાકડાના ધોકા વડે ઈસ્માઈલભાઈના માથાના ભાગે ફટકો મારી ઈજા પહોંચાડી હતી.
આ બનાવ અંગે માળિયા પોલીસે ઈસ્માઈલભાઈની ફરિયાદના આધારે આરોપી જલાઉદ્દીન વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


