MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયા (મિ.) પશુ આહારના બાચકાની આડમાં લઈ જવાતો ૨૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

 

MALIYA (Miyana):માળિયા (મિ.) પશુ આહારના બાચકાની આડમાં લઈ જવાતો ૨૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી જિલ્લાની માળિયા મિયાણા પોલીસે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. હળવદ રોડ પરથી પસાર થતા એક ટ્રકમાંથી પશુના ભુસાની આડમાં છુપાવીને લઈ જવાતો લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ ₹૪૦.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે.

 



​માળિયા મિયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, ત્યારે તેમને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે, હળવદ તરફથી એક ટાટા કંપનીનો બંધ બોડીનો ટ્રક (નંબર-RJ-36-GA-9858) વિદેશી દારૂનો જથ્થો ભરીને ગાંધીધામ (કચ્છ) તરફ જઈ રહ્યો છે.​આ બાતમીના આધારે પોલીસે માળિયા મિયાણાની આશીષ હોટલ સામે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રક આવતા તેને અટકાવી તલાશી લેતા, ટ્રકમાં પશુઓને ખાવાના ભુસાના બાચકાની પાછળ સંતાડેલી દારૂની પેટીઓ મળી આવી હતી.મુદ્દામાલની વિગત:
​વિદેશી દારૂ: અલગ-અલગ બ્રાન્ડની કુલ ૬,૬૭૨ બોટલો (કિંમત ₹૨૧,૦૭,૨૦૦/-) ટ્રક: ટાટા કંપનીનો બંધ બોડીનો ટ્રક (કિંમત આશરે ₹૧૯,૦૦,૦૦૦/-) ​કુલ મુદ્દામાલ ૪૦,૧૬,૨૦૦/- આરોપીની અટકાયત:પોલીસે આ મામલે ટ્રક ચાલક દરીયાવસિંહ લખાસિંહ રાવત (રહે. બીલીયાવાસ, તા. બાર શેખાવાસ, જી. બ્યાવર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!