MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) માળીયા (મી.) વવાણીયા રેલ્વે સ્ટેશન પાછળ જુગાર રમતા ૬ શખ્સો ઝડપ્યા

 

MALIYA (Miyana) માળીયા (મી.) વવાણીયા રેલ્વે સ્ટેશન પાછળ જુગાર રમતા ૬ શખ્સો ઝડપ્યા

માળીયા મીયાણા: મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત માળીયા મીયાણા પોલીસને મોટી સફળતા સાંપડી છે. વવાણીયા ગામના રેલ્વે સ્ટેશનની પાછળ જાહેર જગ્યામાં ગંજીપત્તા વડે જુગાર રમતા ૬ ઈસમોને પોલીસે રોકડ રકમ સાથે અટકાયત કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષકશ્રી, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી વિભાગ તરફથી જુગારના કેસો પ્રત્યે સખત કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ ડ્રાઇવના આદેશ આપવામાં આવ્યા હતા. જે અનુસંધાને માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

દરમ્યાન બાતમી મળી હતી કે વવાણીયા ગામના રેલ્વે સ્ટેશન પાછળ કેટલાક ઈસમો પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૬ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.

પકડાયેલ આરોપીઓ – ૧. સનાભાઈ દેવાભાઈ સોમાણી (ઉ.વ.૪૬, ધંધો: મજુરી, રહે. વવાણીયા) ૨. રમેશભાઈ કાનજીભાઈ ચારોલા (ઉ.વ.૫૦, ધંધો: ખેતી, રહે. યમનપર) ૩. રાજભા મથુભા દરબાર (ઉ.વ.૫૮, ધંધો: ખેતી, રહે. વવાણીયા) ૪. રાઘવજીભાઇ શીવલાલભાઇ કાવર (ઉ.વ.૬૫, ધંધો: ખેતી, રહે. લક્ષ્મીવાસ) ૫. વ્રજલાલભાઈ શીવાભાઈ કાવર (ઉ.વ.૬૪, ધંધો: ખેતી, રહે. લક્ષ્મીવાસ) ૬. શૈલેષભાઇ પ્રભુભાઇ ખીમાણીયા (ઉ.વ.૫૯, ધંધો: ખેતી, રહે. વવાણીયા) કબ્જે કરેલ મુદ્દામાલ:રોકડ રકમ: ₹૧૪,૮૫૦/-ગંજીપત્તા: ૫૨ પાના આ સફળ કામગીરી માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા સર્વેલન્સ સ્ટાફના સભ્યો દ્વારા કરવામાં આવી છે. પકડાયેલા તમામ આરોપીઓ સામે પોલીસે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!