MALIYA (Miyana:માળીયા મીંયાણા પોલીસની મોટી કાર્યવાહી: કાજરડા રોડ પરથી દેશી જામગરી અને બાઇક સાથે એક શખ્સ ઝડપાયો







MALIYA (Miyana:માળીયા મીંયાણા પોલીસની મોટી કાર્યવાહી: કાજરડા રોડ પરથી દેશી જામગરી અને બાઇક સાથે એક શખ્સ ઝડપાયો


કાનૂન વ્યવસ્થા જાળવવા અને ગુનાખોરી ડામવા માટે એક્શન મોડમાં આવેલી માળીયા મીંયાણા પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસ સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવીને રૂા. ૨૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગમાં હતો. આ દરમ્યાન પોલીસને ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે કાજરડા ગામ તરફ જવાના રસ્તા પર એક શખ્સ શંકાસ્પદ હાલતમાં હથિયાર સાથે પસાર થઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કાજરડા રોડ પર વોચ ગોઠવી હતી.
રૂા. ૨૨,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત પોલીસે બાતમીવાળા સ્થળેથી સમીરભાઈ અબ્બાસભાઇ મોવર (મીયાણા) (રહે. કાજરડા ગામ, તા. માળીયા-મીં.) નામના શખ્સને અટકાવી તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:ગેરકાયદેસર હથિયાર: દેશી હાથ બનાવટની જામગરી (હથિયાર) નંગ-૦૧ (કિંમત રૂા. ૨,૫૦૦/-) મોટરસાયકલ: હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઇક, રજીસ્ટ્રેશન નંબર GJ-36-AG-3812 (કિંમત રૂા. ૨૦,૦૦૦/-) પોલીસે કુલ રૂા. ૨૨,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ પકડાયેલા આરોપી સમીરભાઈ મોવર વિરૂદ્ધ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા (Arms Act) હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને તેનો ઉપયોગ શું કરવાનો હતો, તે દિશામાં પોલીસે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


