MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana:માળીયામાં પોલીસનું મેગા કોમ્બિંગ: દેશી તમંચો, એરગન અને હથિયારોના મોટા જથ્થા સાથે ૧૦૦ ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ ઝડપાયા

 

MALIYA (Miyana:માળીયામાં પોલીસનું મેગા કોમ્બિંગ: દેશી તમંચો, એરગન અને હથિયારોના મોટા જથ્થા સાથે ૧૦૦ ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ ઝડપાયા

 

 

માળીયા શહેરમાં પોલીસ પ્રશાસન દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવાના ભાગરૂપે એક ખૂબ જ મોટું અને સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં ઘાતક હથિયારો સહિત કરોડોની છેતરપિંડીમાં વપરાતા ડુપ્લીકેટ સોનાના બિસ્કિટનો મોટો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

 

પોલીસના આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન માળીયા શહેરમાંથી અલગ-અલગ જગ્યાએથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. જેમાં:૧ દેશી તમંચો અને જીવતા કાર્તિસ ,૩ એરગન ,તલવાર, ધારીયા અને છરી જેવા તીક્ષ્ણ અને ઘાતક હથિયારો ,૧૦૦ ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ અને ગેરકાયદે વીજ કનેક્શન ઝડપાયા

આ કોમ્બિંગ માત્ર હથિયારો પૂરતું સીમિત ન રહેતા, પોલીસે આશરે ૧૦૦ જેટલા ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ પણ ઝડપી લીધા છે. આ જથ્થો કોઈ મોટી છેતરપિંડીના રેકેટનો ભાગ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન ૩ ગેરકાયદેસર વીજ કનેક્શન પણ પકડી પાડવામાં આવ્યા છે, જે અંગે પીજીવીસીએલ (PGVCL) દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

આ ઓપરેશનની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો મેદાને ઉતર્યો હતો. આ કાર્યવાહીમાં:જિલ્લા પોલીસ વડા (SP) ના સીધા માર્ગદર્શન હેઠળ,૩ DySP (નાયબ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ),૧૫ PI (પોલીસ ઇન્સ્પેક્ટર),૩૨ PSI (સબ ઇન્સ્પેક્ટર), અને આશરે ૪૦૦ જેટલા પોલીસ જવાનો જોડાયા હતા.પોલીસની આ આકસ્મિક અને કડક કાર્યવાહીથી સ્થાનિક ગુનેગારો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!