MALIYA (Miyana:માળિયા ફાયરિંગ કરી ટ્રાન્સપોર્ટરની હત્યા કરનાર બે શખ્સો હથિયાર સાથે પકડાયા







MALIYA (Miyana:માળિયા ફાયરિંગ કરી ટ્રાન્સપોર્ટરની હત્યા કરનાર બે શખ્સો હથિયાર સાથે પકડાયા


માળીયા(મી)માં ટ્રાન્સપોર્ટરને ગોળી મારી હત્યા કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા બે નાસતા ફરતા આરોપીઓને માળીયા(મી) પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ હથિયાર અને મોબાઇલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી સફીરભાઈ મુસાભાઈ મોવર ઉવ.૩૨ રહે. હાલ શ્રીજી પાર્ક વાવડી રોડ મોરબી મૂળ માળીયા(મી) અને આરોપી મયુદીનભાઈ મહેબુબભાઈ કટીયા ઉવ.૨૫ રહે.હાલ વિશાલા હોટલ પાછળ માળીયા(મી) મૂળ જોરાવનગર સુરેન્દ્રનગર વાળાને તા.૧૧ જૂનના રોજ અલગ-અલગ સમયે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી ગુનામાં વપરાયેલ હથિયાર તેમજ મોબાઇલ ફોન કબજે કર્યા છે.


