
મેહસાણા એલસીબી પોલીસે ચોરી થયેલ રીક્ષા સાથે ઈસમ ને ઝડપી લીધો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મેહસાણા એલસીબી પોલીસ ને જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ચોરી ના અન ડીટેક્ટ ગુનાઓ શોધી સફળ કામગીરી કરવાની આપેલી સૂચના મુજબ પોલીસ પેટ્રોલીંગ શરૂ કરતાં એલસીબી પોલીસ મથકે થી ખાનગી રાહે બાતમી મળી હતી મોઢેરા પીક અપ સ્ટેન્ડ પાછળ પાર્કિંગ નજીક એક ચોરી ની રીક્ષા લઈ મરુંન ટી શર્ટ અને કાળો જીન્સ પેન્ટ પહેરલ ઈસમ ઊભો છે અને રીક્ષા ચોરીની હોવાની બાતમી છે. જેના આધારે એલસીબી પોલીસ મોઢેરા પિક અપ સ્ટેન્ડ પાછળ પાર્કિંગ તરફ ના સ્થળ ઉપર તપાસ કરતા રીક્ષા લઈ ઉભેલ યુવક ને તેનું નામ પૂછતા તેણે કેતન ઉર્ફે પ્રેમ કાળા ભાઈ રાવળ જણાવ્યું હતુ રીક્ષા ના કાગળ માંગતા કાગળો નથી તેમ જણાવી ગલ્લા તલ્લા કરતા એલસીબી પોલીસે રીક્ષા રૂપિયા 70,000/- નો મુદ્દામાલ કબ્જે લઈ યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. રીક્ષા નંબર પ્લેટ ના હોવાથી તેના ચેસિસ નંબર સહિત ની વિગતો મેળવતા રીક્ષા અમદાવાદ બોપલ પોલીસ મથકે નોંધાયેલ રીક્ષા ચોરી ની થયેલ ફરીયાદ ની વિગતો સામે આવતા એલસીબી પોલીસે મુદ્દામાલ જપ્ત કરી બોપલ પોલીસ ને મુદ્દામાલ સોંપવા ની કાર્યવાહી હાથ ધરી હતી.



