
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા પંચાયત ભવનમાં કર્મચારીઓ ની હાજરી માટે લગાવેલ attendance system (હાજરી સિસ્ટમ) શોભાના ગાંઠિયા સમાન,ગુલ્લીબાજો સામેં અન્ય કર્મચારીઓ માં છૂપો રોષ.
અરવલ્લી જિલ્લા પંચાયત ભવનમાં કર્મચારીઓ ની હાજરી માટે attendance system (હાજરી સિસ્ટમ) લગાવવામાં આવ્યું છે.પરંતુ હાલ શોભાના ગાંઠિયા સમાન હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી આ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાલ તે બંધ હાલતમાં હોય જેને લઈ કર્મચારીઓની હાજરી પર સવાલો ઉઠ્યા છે.અધિકારીઓ દ્વારા આવા ગુલ્લીબાજોને મળતા આશીર્વાદના કારણે નિષ્ઠાથી ફરજ બજાવતા અન્ય કર્મચારીઓમાં છૂપો રોષ હોવાનું સામે આવ્યું છે.ગુલ્લીબાજો બીજા દિવસે ફરજ પર આવી પત્રકમાં સહી કરી દેતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.કચેરીઓ આગળ લગાવેલ CCTV કેમેરા ના ફૂટેજ તપાસ્યા બાદ હાજરી પત્રકની પણ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે છે.એક કચેરીમાં તો અધિકારી બહાર મીટીંગમાં કે રજા પર ત્યારે એક કર્મચારી હાજર ન રહેતો હોવનું પણ છેલ્લા ઘણા સમય થી ચર્ચાઈ રહ્યું છે.





