MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI:ખેડૂત આંદોલનનો તાપ: માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભાવિક કાવરે આપ્યું રાજીનામું, રાજકારણમાં ખળભળાટ

 

MORBI:ખેડૂત આંદોલનનો તાપ: માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભાવિક કાવરે આપ્યું રાજીનામું, રાજકારણમાં ખળભળાટ

 

દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં હવે સત્તાધારી પક્ષ ભાજપમાં પણ ભડકો થયો છે. ખેડૂતોના મુદ્દે સરકાર વહેલી તકે ઉકેલ લાવશે તેવી આશા ઠગારી નીવડતાં, માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભાવિક કાવરે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. ભાજપના સક્રિય હોદ્દેદારે ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપતાં જ સ્થાનિક રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે.

પોતાના રાજીનામા અંગે પત્રકારો સાથે વાતચીત કરતા ભાવિક કાવરે જણાવ્યું હતું કે, “મને એવી પૂરી આશા હતી કે સરકાર ખેડૂતોની વેદના સમજશે અને આ આંદોલનનો ઝડપથી કોઈ સકારાત્મક ઉકેલ લાવશે. પરંતુ લાંબો સમય વીતવા છતાં પણ સરકાર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં ન આવતા, હું ખેડૂતોના સમર્થનમાં મારા પદ પરથી રાજીનામું આપું છું.”

માળિયા તાલુકા ભાજપના સંગઠનમાં ભાવિક કાવર મજબૂત પકડ ધરાવતા નેતા ગણાય છે. ખેડૂત પુત્ર હોવાના નાતે તેમણે પક્ષના હોદ્દા કરતાં જગતના તાતના સમર્થનને વધુ મહત્વ આપ્યું છે. રાજીનામાના આ નિર્ણયને પગલે ભાજપના સ્થાનિક સંગઠનમાં દોડધામ મચી ગઈ છે.

ભાવિક કાવરના આ આકરા પગલા બાદ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, જો સરકાર ખેડૂતોના પ્રશ્નો નહિ ઉકેલે તો આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારના અન્ય પદાધિકારીઓ પણ બળવો કરી શકે છે. હાલ તો આ એક રાજીનામાએ ભાજપ હાઈકમાન્ડને વિચારતા કરી દીધા છે.

Back to top button
error: Content is protected !!