MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં IPL મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

 

MORBI:મોરબીમાં IPL મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

 

મોરબી: શહેરમાં આઈપીએલ (IPL) ક્રિકેટ મેચ પર જુગાર રમતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમે રવાપર ગામ પાસે દરોડો પાડીને એક શખ્સને ક્રિકેટ સટ્ટો રમતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે રવાપર ગામની શિવ શક્તિ સોસાયટીના નાકે રોડ ઉપર તપાસ કરતા એક શખ્સ મોબાઈલ ફોન દ્વારા ક્રિકેટ મેચ પર હાર-જીતનો જુગાર રમતો હોવાનું માલૂમ પડ્યું હતું.પોલીસે સ્થળ પરથી સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી ટી-૨૦ મેચમાં રનફેર અને હાર-જીતના સોદા કરતા શખ્સને દબોચી લીધો હતો.પોલીસે આ દરોડા દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:આરોપીનું નામ: વિપુલભાઇ નરસંગભાઈ બાલાસરા (ઉંમર વર્ષ ૩૦)રોકડ રકમ: ₹ ૧,૨૦૦/-મોબાઈલ ફોન: ૧ નંગ (કિંમત ₹ ૫,૦૦૦/-)કુલ મુદ્દામાલ: ₹ ૬,૨૦૦/-વધુ તપાસ ચાલુ પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય એક અજાણ્યા શખ્સનું નામ પણ સામે આવ્યું છે. જોકે, પોલીસ ત્રાટકી ત્યારે તે શખ્સ સ્થળ પર મળી આવ્યો ન હતો. આ મામલે પોલીસે બંને શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!