
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ધારાસભ્યના વિસ્તારમાં રસ્તાના રીપેરીંગ કામમાં વેઠ, રેલ્લાંવાડા ઇસરી માર્ગ પર નાની મેટલ ની જગ્યાએ મોટા પથ્થરોના ઢગલા કરી દેવાયા
અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે કેમ કે છેલ્લા કેટલાય સમય થી નવીન રસ્તાઓ ને લઇને તેમજ રસ્તાના રીપેરીંગ કામમાં પણ વેઠ ઉતારી બીલો પાસ કરી દેવામા આવતા હોવાની વાતો વહેતી થઇ છે
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી અન્ય તાલુકાઓનો વિસ્તાર રસ્તાના કામોમાં મસ મોટો ભ્રષ્ટાચાર થતો હોય છે અને રસ્તાના કામો જ ભ્રષ્ટાચાર બહાર લાવતા હોય છે ચોમાસાની ઋતુ પહેલા જે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે પ્રિ મોન્સૂન કામગીરી કરવામા આવતી હોય છે પરંતુ આ કામગીરી કેટલાક વિસ્તારમાં થતી નથી અને જાણે કે કામના નામે બીલો પાસ થતા હોય તેવો તો ઘાટ નથી ને…? રેલ્લાંવાડા થી ઇસરી માર્ગ પર ચોમાસા પહેલા પણ રસ્તાના રીપેરીંગ કામ માં માત્ર વેઠ વારી રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું અને હાલ ચોમાસા ની સીઝન ચાલુ છે અને બે મહિના પછી જાણે મેઘરજ નું માર્ગ અને મકાન વિભાગ ઉંગમાં થી જાગ્યુ હોય તેવી રીતે રેલ્લાંવાડા થી ઇસરી ના રસ્તા પર ખાડાઓ ને છુપાવવા માટે નાની મેટલ ની જગ્યાએ મોટા પથ્થર વારુ મેટલ રસ્તાઓ પર ઢગલાં કરી દેતા નડતર રૂપ ઢગલા ખડકી દેવામાં આવ્યા છે અને આ ઢગલા જોઈ વિસ્તારમાં ચર્ચા નો વિષય બન્યો છે જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે આવું કેમ નાની મેટલ ની જગ્યાએ મોટુ મેટલ નખાતું હશે એમ જાણવા મળ્યું હતું.રસ્તાના ખાડા પુરવા માટે નાખેલ મેટલ એ પણ ધારા સભ્યના વિસ્તારમાં જ્યાંથી ધારાસભ્ય ને પણ પસાર થઇ મેઘરજ મુકામે જવાનુ થતું હોય છે આ રીતે મોટામોટા પથ્થર ના ઢગલા ખડકી દેવામાં આવતા હાલ એજ પરિસ્થિતિ માં જ ઢગલા યથાવત છે ઢગલાં જોતા તો અકસ્માત સર્જાય તો નવાઈ નહિ
બોક્સ : સરગતા સવાલો ઘણા છે… રસ્તાના કામોમાં આટલી બધી વેઠ છતાં જવાબદાર તંત્ર અને જે તે અધિકારીઓ કેમ ચૂપ છે કેમ કોઈના સામે કાર્યવાહી નથી થતી..? અરવલ્લી જિલ્લામાં રસ્તાના કામોમાં વેઠ અને ભ્રષ્ટાચાર થવા હોવા છતાં જવાબદાર અધિકારીઓ કેમ મૌન..? તંત્રની નિષ્ક્રિયતા કે પછી આરસ..?





