MORBI:ખાણ ખનીજ વિભાગ દ્વારા મોરબીના પંચાસર રોડ ઉપરથી ખનીજચોરી પકડવામાં આવી
MORBI:ખાણ ખનીજ વિભાગ દ્વારા મોરબીના પંચાસર રોડ ઉપરથી ખનીજચોરી પકડવામાં આવી
મોરબી જિલ્લામાં બેફામ થતી ખનિજ ચોરી રોકવામાં મહેસૂલ વિભાગ અને પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે ત્યારે ખનીજ વિભાગ દ્વારા ખનીજચોરી પકડવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લામાં પંચાસર રોડ ઉપર થી ખનીજચોરી પકડવામાં આવી છે. જે. એસ. વાઢેર ભુસ્તરશાત્રીશ્રી,મોરબી દ્વારા જિલ્લામાં મળતી વિવિધ ખનીજચોરી બાબતની ફરિયાદ અરજીઓ અન્વયે આકસ્મિક તપાસ(રેડ) કરવા અંગેની સુચના આપતાં કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા મયુર ડેરી ની સામેના ભાગે, પંચાસર રોડ, તાલુકા મોરબીપાસે , આકસ્મિક રેડ કરવામાં આવેલી જેમાં એક હ્યુન્ડાઇ એક્સકેવેટર મશીન મોડેલ R-210-7 સીરીયલ નંબર N601D04374 ને સાદી માટી ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડી ખોદકામ કરાવનાર શખ્સ ની તપાસ કરતાં આ ખોદકામ એક્સકેવેટર મશીનનાં સંચાલક ધવલભાઈ વલ્લભભાઈ કાનાણી રહેવાસી પંચાસર ગામ તાલુકા મોરબી દ્વારા કરાવતા હોવાનું માલુમ પડેલું. વધુમાં આ સ્થળે સાદી માટી ખનીજ ભરવા હેતુથી આવેલા ત્રણ ડમ્પર અનુક્રમે (૧) GJ-36-V-1816 (૨) GJ-36-V-1319 ane (૩) GJ-36-X-7216 ને સાદી માટી ખનીજને ગેરકાયદેસર ખોદકામ થયેલા ખનીજ ભરવા આવવા બદલ અને હ્યુન્ડાઇ મશીનને ખોદકામ કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મૂકાવી આગળની નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરેલ છે.