MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મહેન્દ્રનગર નજીક શોપિંગ હબની દુકાનમાં વિદેશી દારૂનો બોટલો સાથે ત્રણ ઇસમો ઝડપાયા

 

MORBI:મોરબીના મહેન્દ્રનગર નજીક શોપિંગ હબની દુકાનમાં વિદેશી દારૂનો બોટલો સાથે ત્રણ ઇસમો ઝડપાયા

 

પોલીસે પાંચમાં માળે આવેલ દુકાનમાંથી વિદેશી દારૂની ૨૯ બોટલ કબ્જે કરી

મોરબી-૨ મહેન્દ્રનગર નજીક આવેલ શુભ કોર્પોરેટ હબના પાંચમાં માળે આવેલ દુકાનમાં વેચાણ કરવાના આશયથી વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું ગેરકાયદે વેચાણ કરવાની પૂર્વ બાતમીને આધારે મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ કુલ ૨૯ બોટલ સાથે ત્રણ ભાગીદારની અટકાયત કરવામાં આવી છે. દરોડા દરમિયાન પકડાયેલ આરોપીઓની સઘન પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો આપી જનાર હળવદ તાલુકાના માથક ગામના બુટલેગરનું નામ ખુલતા તેને ફરાર દર્શાવી કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી ફરાર આરોપીને પકડી લેવા શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મહેન્દ્રનગર નજીક શુભ કોર્પોરેટ હબ નામના શોપિંગ સેન્ટરના પાંચમાં માળે આવેલ દુકાનમાં અમુક ઈસમો દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઉતરી તેનું વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી.

ઉપરોક્ત મળેલ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમે તુરંત પંચોને સાથે રાખી શુભ કોર્પોરેટ હબનાં પાંચમાં માળે આવેલ દુકાન નં.૫૨૪માં દરોડો પાડતા દુકાનની અંદર આવેલ પાર્ટેશન પાછળ રૂમમાં બેડની અંદરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૨૯ બોટલ મળી આવી હતી. આ સાથે દુકાન અંદરથી આરોપી રાજેશભાઇ દલસુખભાઇ અઘારા ઉવ.૨૮ રહે. સી.એન.જી. પંપ સામે જીતેન્દ્રભાઇ પટેલના મકાનમાં મહેન્દ્રનગર મોરબી મુળગામ આસલપર તા.વીંછીયા જી.રાજકોટ, રાહુલભાઇ ભરતભાઇ વસાણીયા ઉવ.૨૫ રહે. ધર્મ મંગલ સોસા. મહેન્દ્રનગર તા.જી.મોરબી મુળગામ બગથળા તા.જી.મોરબી તથા દિવ્યેશભાઇ બાબુભાઇ હરસોરા ઉવ.૨૦ રહે.હાઉસીંગ બોર્ડ ચબુતરા પાસે મોરબી-૨ વાળાઓ હાજર મળી આવતા ત્રણેય આરોપીઓની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે ત્યારે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂના જથ્થા અંગે પૂછતા હળવદના માથક ગામે રહેતો આરોપી મયુરભાઇ અશોકભાઇ બોરાણીયા ઉપરોક્ત વિદેશી દારૂનો જથ્થો આપી ગયો હોવાની કબૂલાત આપતા આરોપી મયુર બોરાણીયાને ફરાર દર્શાવી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. હાલ ચારેય આરોપીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!