MORBI:મોરબી તારા ઘર પાસેનું કુતરૂ મારી પાછળ ભસવા દોડે તેમ. કહી વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપી
MORBI:મોરબી તારા ઘર પાસેનું કુતરૂ મારી પાછળ ભસવા દોડે તેમ. કહી વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપી
મોરબીના ઇન્દિરા આવાસ યોજનામાં તારા ઘર પાસેનું કુતરૂ મારી પાછળ ભસવા દોડે છે ધ્યાન રાખજો કહીને એક ઇસમેં વૃદ્ધ સાથે બોલાચાલી કરી ઘર ખાલી કરીને જતા રહેજો નહીતર ખાલી કરાવી દઈશ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે
મોરબીના શકત શનાળા ગામ નજીક નવા પ્લોટ ઇન્દિરા આવાસમાં રહેતા બાબુભાઈ આંબાભાઈ સોલંકી (ઉ.વ.૬૮) નામના વૃદ્ધે આરોપી મયુર ખીમજી સોલંકી રહે સકત શનાળા તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૦ જુનના રોજ સાંજના સમયે ફરિયાદી અને તેના ઘરના સભ્યો ઘરના દરવાજા પાસે બેઠા હોય ત્યારે મયુર સોલંકી ઘર પાસે આવીને તમારા ઘર પાસેનું કુતરૂ છે તે મારી પાછળ ભસવા દોડે છે તમે ધ્યાન રાખજો હવે કુતરૂ મારી પાછળ દોડવું ના જોઈએ તેમ કહેતા અમારૂ કુતરું નથી શેરીનું છે તેમ ફરિયાદી વૃદ્ધે કહ્યું હૂત
જેથી મયુર સોલંકી તમારા ઘર પાસે જ હોય છે હવે મારા પાછળ દોડ્યું તો મજા નહિ આવે અને કુતરાને મારી નાખીશ જો કુતરૂ તમારાથી ના સચવાય તો ઘર ખાલી કરીને જતા રહેજો નહીતર હું તમારું ઘર ખાલી કરાવી દઈશ કહીને ગાળો બોલવા લાગ્યો અને જતા જતા તમારા કુતરાને ઘરમાં રાખજો નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel