MORBI:મોરબી તાલુકા પોલીસે ગુમ થયેલ ૪૨ મોબાઇલ શોધી મૂળ માલિકને સુપ્રત કર્યા.
MORBI:મોરબી તાલુકા પોલીસે ગુમ થયેલ ૪૨ મોબાઇલ શોધી મૂળ માલિકને સુપ્રત કર્યા.
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોરબી તાલુકા પોલીસે “CEIR” પોર્ટલના ઉપયોગથી ૮,૦૩,૬૬૦/- ની કિમતના ૪૨ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને એક સાથે પરત આપવામાં આવ્યા છે.
મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય ત્યારે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ અનુસંધાને અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ મથકના આર્મ્ડ મહીલા પો.હેડ.કોન્સ શોભનાબેનએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી જહેમત ઉઠાવી ૪૨ જેટલા મોબાઇલ જેની અંદાજિત કિ.રૂ. ૮,૦૩,૬૬૦/-શોધી કાઢી, તમામ અરજદારોને પોલીસ મથકે બોલાવી એકસાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર સાર્થક કરેલ છે.