MORBi:મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ત્રણ દિવસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર યોજાશે
MORBi:મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ત્રણ દિવસીય ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર યોજાશે
સમગ્ર લક્ષી શિક્ષણ ને ધ્યાનમાં લઈને સાર્થક વિદ્યામંદિર વિવિધ પ્રકારના પ્રશિક્ષણ માટે હંમેશા કાર્યશીલ હોય છે. આ વર્ષે નવું સત્ર શરૂ થાય તે પહેલા શિક્ષકો માટે પ્રશિક્ષણ/ ટ્રેનિંગ સેમિનાર યોજાશે . જેમાં શિક્ષણ ને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવશે. જેમકે બાળકોની સલામતી, વહીવટી કાર્યો, મૂલ્ય અને પ્રવૃત્તિ શિક્ષણ ,વાંચન- આધ્યાત્મ -સ્વાસ્થ્ય- ટેકનોલોજી અને શિક્ષણ વગેરે મુદ્દાઓ બાબતે સામૂહિક તેમજ ગ્રુપ મીટીંગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આધુનિક સમયમાં શિક્ષણ માટેના પરિવર્તન અને પડકારો બાબતે ચર્ચા થશે .જુના તેમજ નવા આચાર્યોને કાર્ય ની સંપૂર્ણ માહિતી મળી રહે તે હેતુથી સાર્થક વિદ્યામંદિર માં દર વર્ષે આવું આયોજન થાય છે .તારીખ 8 થી અને 10 જૂન દરમિયાન યોજાનાર આ ટ્રેનિંગમાં શાળાનો સંપૂર્ણ સ્ટાફ તેમજ કેટલાક શિક્ષણવિદો હાજર રહેશે. શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ પોતાની એક યાદી દ્વારા આ માહિતી આપી હતી.