MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સીલીકોસીસ પીડીત સંઘ દ્વારા સુપરિન્ટેન્ડેન્ટ, સીવીલ હોસ્પિટલને આવેદનપત્ર આપવામાં આવ્યું 

MORBI:મોરબી સીલીકોસીસ પીડીત સંઘ દ્વારા સુપરિન્ટેન્ડેન્ટ, સીવીલ હોસ્પિટલને આવેદનપત્ર આપવામાં આવ્યું

 

 

સીલીકોસીસ પીડીત સંધ, મોરબી દ્વારા મોરબી સીવીલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટને મોરબી જિલ્લાના સીલીકોસીસ દર્દીઓની યાદી આપી અને સારવાર બાબતે આવતી મુશ્કેલીને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી.

તારીખ ૦૧/૦૩/૨૦૨૪ના રોજ સીલીકોસીસ પીડીત સંઘ દ્વારા સુપરિન્ટેન્ડેન્ટ, સીવીલ હોસ્પિટલને આવેદનપત્ર આપ્યું, સીલીકોસીસ પીડીત સંઘના પ્રમુખ દ્વારા સીલીકોસીસ દર્દીઓ સાથે ગેરવર્તન ન થાય તેનું ધ્યાન રાખવા તથા સીલીકોસીસ પીડીતોને વિનામૂલ્યે તમામ દવા મળી જાય તેવી વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી.

Oplus_0

સીવીલ હોસ્પિટલમાં દવાની અછત હોય ત્યારે બહારથી દવા ખરીદી લેવા લખી આપવામાં આવે છે પણ દર્દી પાસે પૈસા ન હોય તો એ દવા ખરીદી શકતો નથી. એ દવા લીધાઅ વગર જ ઘરે પરત જાય છે અને દવા વગર હેરાન થાય છે. એ પોતાની વ્યથા કોઇને કહી શકતો નથી.

સીલીકોસીસ મૃત્યુ સહાય યોજના બાબતે મુશ્કેલીને લઈને નીચે મુજબની માંગણી આવેદન પત્રના માધ્યમથી રજૂ કરી હતી.

દરેકને સીલીકોસીસ રોગની સારવાર વીનામૂલ્યે મળે તેમજ અન્ય તમામ સેવાઓ વિનામૂલ્યે મળી રહે તે માટે ઓળખ કાર્ડ કાઢી આપો.

સરકારી મૃત્યુ સહાયનો દાવો કરતી વાખતે તંત્ર દ્વારા સીલીકોસીસ દર્દીઓને હેલ્થ કાર્ડ રજૂ કરવાનું કહે છે તો તે હેલ્થ કાર્ડ પણ કાઢી આપવા વીનંતી.

મોરબી સીવીલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીનની વ્યવસ્થા કરો જેથી દર્દીઓનું સીટી સ્કેન માટે બહાર જવું ન પડે.મોરબી સીવીલ હોસ્પિટલમાં એક્સ-રે હાર્ડ કોપી આપવામાં આવે, રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે એક્સ-રેની હાર્ડ કોપી આપવામાં આવે છે. મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે સીલીકોસીસ દર્દીઓને સર્ટીફીકેટ કાઢી આપવામાં આવે  અને રાજકોટમાં પણ કાઢી આપવામાં આવે તેવી નકલ રજૂ કરેલ છે

Back to top button
error: Content is protected !!