MORBI:મોરબી ભારતી વિદ્યાલય દ્વારા તિરંગા રેલી સાથે શાળા અને મોક્ષધામમાં ધ્વજ ફરકાવાયો

MORBI:મોરબી ભારતી વિદ્યાલય દ્વારા તિરંગા રેલી સાથે શાળા અને મોક્ષધામમાં ધ્વજ ફરકાવાયો
ભારતી વિદ્યાલય શાળામાં રાષ્ટ્રીય પર્વ 80 માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં શાળાના સ્થાપક શ્રી લાલજીભાઈ મહેતા,શ્રી ભુપતભાઈ જારીયા,શ્રી કેયુરભાઈ પંડ્યા અને ડો. હાર્દિકભાઈ જેસવાણી,વિદ્યાર્થી અને બહોળી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહેલ.શાળામાં ધ્વજવંદન શ્રી ભુપતભાઈ જારીયા ( કોર્પોરેટર વોર્ડ : 3 – સ્ટેન્ડિંગ કમિટી સદસ્ય MMC ) ના વરદ હસ્તે કરવામાં આવેલ.ત્યારબાદ સામુહિક રાષ્ટ્રગાન – રાષ્ટ્ર્રગીત – ઝંડાગીત ગાયેલ.વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતોઅને નૃત્ય રજૂ કર્યા હતા.બાળકોએ ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ, મોદી, સરદાર પટેલ, ડો. આંબેડકર જેવા અલગ અલગ બાળ પાત્રો અને સૈનિકો બનીને આવેલ અને તેના જીવન પર આધારિત સ્પીચ આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શાળાથી મોક્ષધામ સુધી નીકળેલી ભવ્ય તિરંગા રેલી હતી. હાથમાં તિરંગા લઈને વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા લગાવ્યા હતા. રેલીમાં મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિકો પણ જોડાયા હતા.મોક્ષધામમાં છેલ્લા 11 વર્ષ થી શાળા ધ્વજ ફરકાવે છે તે મુજબ આ વર્ષે પવિત્ર મોક્ષધામ ખાતે શ્રી કેયુરભાઈ પંડ્યા ( ડેપ્યુટી ચેરમેન – ટાઉન પ્લાનિંગ સમિતિ MMC ) ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.
અંતમાં શાળા પ્રમુખ શ્રી હિતેષભાઈ મહેતા અને સંચાલકો શ્રી વિવેકભાઈ મહેતા તથા શ્રી કૌશલભાઈ મહેતાએ ઉપસ્થિત તમામનો આમંત્રિત મહેમાનો – વાલીશ્રીનો આભાર માનીને કાર્યક્રમને સફળ બનાવવા બદલ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.










