MORBI- મોરબી જિલ્લા સરપંચ જૂથના નેજા હેઠળ ખનીજ ચોરી અટકાવવા કલેકટરને રજુઆત
MORBI- મોરબી જિલ્લા સરપંચ જૂથના નેજા હેઠળ ખનીજ ચોરી અટકાવવા કલેકટરને રજુઆત
મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ અને ખનીજ માફિયાની મિલી ભગતથી વર્ષોથી મૂલ્યવાન કુદરતી સંપદાને નુકસાન કરવામાં આવી રહ્યું છે.જેમાં મોરબી જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થતી હોવા છતાં તંત્ર માત્ર એકાદ બે કેસ નોંધીને કામગીરી કર્યાનો સંતોષ માને છે. આથી મોરબી જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા સરપંચ જૂથ મેદાને આવ્યું છે. મોરબી જિલ્લા સરપંચ જૂથના નેજા હેઠળ સરપંચોએ ખનીજ ચોરી અટકાવવા કલેકટરને રજુઆત કરી છે.
મોરબી જિલ્લા સરપંચ જૂથ હેઠળ સરપંચોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે કે, મોરબી જિલ્લામાં ખનીજ માફિયા બેફામ બન્યા છે અને મોટાપાયે ખનીજચોરી કરીને પંચાયત તેમજ સરકારી તિજોરીને મોટું નુકસાન કરી રહ્યા છે. મોરબી જિલ્લામાં ખનિજચોરી અટકવવામાં જિલ્લા ખાણ ખનીજ વિભાગ સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ખાણ ખનીજ વિભાગ ખનિજચોરી કરનાર ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરવાને બદલે પંચાયત દ્વારા થતા લોકહિતના કામોમાં રેડ પાડીને પોતાની પીઠ જાતે જ થાબડી લે છે. તાજેતરમાં બનેલા આવા જ કિસ્સામાં ગોર ખીજડિયા અને લજાઈ ગામે લોકહિતના કામો માટે અવરજવર કરતા વાહનોને દંડ કરવામાં આવ્યો હતો. તેથી આવી કામગીરી કરનાર ખાણ ખનીજ વિભાગ સામે તેમજ મોરબી જિલ્લાને ખનીજ માફિયાથી બચાવવાની માંગ કરી છે.