MORBI- ગુજરાત સરકારના દિવાળી વેકેશનના પરિપત્રના અનાદર કરનારી શાળા ઉપર કાર્યવાહી થશે : મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી
ગુજરાત સરકાર દ્વારા અવારનવાર શિક્ષણને લગતા પરિપત્રો અને સૂચનો બહાર પાડતી હોય છે જેમાં મુખ્યત્વે શિક્ષણ કેલેન્ડર હોય છે જેની અંદર દર વર્ષે આવનારી શૈક્ષણિક રજાઓ તેમજ પરીક્ષાઓની વિગત હોય છે અને તેની સાથે કડક સૂચના પણ હોય છે કે નિયમ અનુસાર રજાઓના દિવસે શાળાઓને બંધ રાખવી. જ્યારે તાજેતરની અંદર દિવાળી વેકેશન પહેલા શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં તારીખ 28-10-2024 થી 16-11-2024 સુધી દિવાળી વેકેશન જાહેર કરેલ જેના અનુસંધાને આ સમય દરમિયાન તમામ શાળાએ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના અપાયેલ હતી તેમ છતાં મોરબીની અમુક શૈક્ષણિક શાળાઓ તારીખ 11-11-2024 થી ધોરણ 9,10, 11 અને 12 ના વિદ્યાર્થીઓએ શાળાએ બોલાવવાનું શરૂ કરી દીધેલ જેમ રાબેતા મુજબ સ્કૂલ ચાલુ હોય તેમ શાળાઓ શરૂ કરી દીધેલ જે અંતર્ગત તે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ની જાણ કરે તેમ છતાં તારીખ 12-11-2024 ના રોજ પણ આ શાળાઓ રાબેતા મુજબ શરૂ રહેલ જે અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની મુલાકાત લેતા કચેરીના અધિકારી દ્વારા જણાવવામાં આવેલ કે ગુજરાત સરકારના દિવાળી વેકેશન પરિપત્રનો અનાદર કરનારી શાળા ઉપર અમે કાર્યવાહી કરશું, આપના દ્વારા જાણ કરાતા જ અમારા દ્વારા તપાસ શરૂ કરેલ છે. તપાસ પૂર્ણ થતા જ કસુરવાડ શાળા સંચાલક મંડળને અમો નોટી શું આપશો તેમજ તાકીદે શરૂ રહેતી બધી શાળાઓને બંધ કરવા સૂચના પણ અમે આપશું.