MORBI:મોરબીમાં ડીવાયએસપીના નામે ફોન કરી ત્રણ શખ્સોએ ડરાવી ધમકાવી રૂપિયા 30 હજાર ગૂગલ પે કરાવી લીધા
MORBI:મોરબીમાં ડીવાયએસપીના નામે ફોન કરી ત્રણ શખ્સોએ ડરાવી ધમકાવી રૂપિયા 30 હજાર ગૂગલ પે કરાવી લીધા
મોરબી શહેરના રવાપર રોડ ઉપર રહેતા વેપારીને રૂપિયાની લેતી દેતી બાબતે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપીના નામે ફોન કરી ત્રણ શખ્સોએ ડરાવી ધમકાવી રૂપિયા 30 હજાર ગૂગલ પે કરાવી લીધાનો ચોંકાવનારા બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વેપારીએ ત્રણ શખ્સો સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના રવાપર રોડ ઉપર વેલકમ પ્રાઇડમા રહેતા અને મહેન્દ્રનગર ચોકડી નજીક હરિગુણ બિઝનેશ સેન્ટરમાં ઓફીસ ધરાવતા વેપારી અમિતકુમાર દલીચંદભાઈ વરમોરાએ આરોપી દિલીપ વાઘજીભાઈ જીવાણી નામના શખ્સ સાથે નાણાકીય વ્યવહાર કર્યા હોય રકમ લેવાની નીકળતી હોવાથી રૂપિયા માંગતા આરોપી દિલીપ વાઘજીભાઈ જીવાણીએ સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપીના નામે આરોપી હિતેશભાઈ કેશવજીભાઈ કામરીયા સાથે વાત કરાવી ડરાવી ધમકાવી રૂપિયાની લેતી દેતી બાબતનો પ્રશ્ન સોલ્વ કરાવી આપવાના બહાને આરોપી હિમાંશુ ભટ્ટ નામના વ્યક્તિના ખાતામાં રૂપિયા 30 હજાર ગૂગલ પે કરાવી છેતરપીંડી આચરી હતી. આથી વેપારીએ આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેથી આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.