MORBI:“સિરામિક ટાઈલ્સના વેપારીને એક વર્ષની જેલ સજા અને બમણી રકમનું વળતર ચૂકવવા હુકમ
MORBI:“સિરામિક ટાઈલ્સના વેપારીને એક વર્ષની જેલ સજા અને બમણી રકમનું વળતર ચૂકવવા હુકમ
મોરબીના આશુતોષ ટાઇલ્સ પ્રા. લી પાસેથી અમદાવાદના સિરામિક ટાઇલ્સ ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વેપારી સચિન મહાસુખલાલ શાહ, પલ્લવિકા મહાસુખલાલ શાહ તથા રૂપા સચિન શાહ અગાઉ શાલીન સિરામિક ભાગીદારી પેઢી તરીકે ધંધો કરતાં હતા હાલ ગ્રેફીટી ઈન્ડિયા પ્રા. લી. તરીકે ધંધો કરે છે તેમણે કરોડોની કિંમતની સિરામિક ટાઇલ્સ ઉધારમાં ખરીદી રૂ.૬૫ લાખ ઉપરાંતની રકમનું ચૂકવણું બાકી રાખી તેની સામે પાર્ટ પેમેન્ટના ૨૫ લાખના બે ચેકો આપેલ જે પરત થતાં મોરબી કોર્ટમાં ફરિયાદો થયેલ, જે બંને કેસો ચાલી જતાં મોરબીના જ્યુડી. મેજી. ફ. ક. શ્રી સી.વાય. જાડેજા સાહેબની અદાલતે દરેક આરોપીઓને તકસીરવાન ઠરાવી દરેક કેસમાં એક વર્ષની જેલ સજા તથા ચેકની બમણી રકમ રૂ.૫૦ લાખનું વળતર ૬૦ દિવસમાં ફરિયાદીને ચૂકવવા હુકમ કરેલ છે જો આરોપીઓ વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ ૯૦ દિવસની વધુ જેલ સજા ફરમાવેલ છે. ફરિયાદી તરફે બી એન શેઠ, નિશ શેઠ તથા જાનકીબેન મહેતા રોકાયેલા હતા.