MORBI મોરબીના બીલીયા ગામના મહિલાને વિમો ચુકવવા બેકે ઇનકાર કર્યો : ગ્રાહક અદાલતે ન્યાય અપાવ્યો
MORBI મોરબીના બીલીયા ગામના મહિલાને વિમો ચુકવવા બેકે ઇનકાર કર્યો : ગ્રાહક અદાલતે ન્યાય અપાવ્યો
મોરબીના બિલીયા ગામના વતની વૈશાલીબેનના પતિ રાજીવભાઈ એકસીસ બેંક નેશનલ હાઇવે બ્રાન્ચમાં ખાતુ ખોલાવેલ હતું. બેંકે ગ્રાહકને પ્રલોભન આપેલ કે, અમારી બેંકમાં તમો ખાતુ ખોલાવશો તો તેની સાથે એટીએમ કાર્ડ એકદમ ફ્રી કોસ્ટમાં મળશે. અને સાથે સાથે પ્રશ્નલ એકસીટન્ટ વિમો પાંચ લાખનો મળશે. ગ્રાહકે ખાતુ ખોલાવ્યુ એટલે બેંકે ગ્રાહકને એટીએમ કાર્ડ તથા ડેબીટ કાર્ડ મોકલાવેલ કાર્ડ સાથે એક લેટર આપેલ કે, તમોને એકસીડન્ટ ઇન્યુરન્સ કવર થયેલ છે
તા.૧૮/૦૩/૨૦૨૨ ના વૈશાલીબેનના પતિ રાજીવભાઈ રમેશભાઈ સાણંદીયા મોટર સાયકલ લઇને જતાં ટ્રેકટર સાથે અથડાતા ગંભીર ઇજા થતાં તેમજ તેજ સ્થળે મૃત્યુ પામેલ હવે વૈશાલીબેન વીમા માટે તમામ કાગળો બેંકમાં રજુ કરેલ પરંતુ બેંકે કોઈપણ જવાબ આપેલ નહીં. તેઓએ મોરબી શહેર ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ લાલજીભાઈ મહેતા દવારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ કોર્ટ હુકમ કર્યો કે, એસીસ બેંકે વૈશાલીબેન સાણંદીયાને પાંચ લાખ વીમાના અને દસ હજાર માનસીક ત્રાસના કુલ રૂા. ૫,૧૦,૦૦૦/- (પાંચ લાખ દસ હજાર પુરા) તા.૦૮/૦૬/૨૦૨૩ થી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહકે પોતાના હકક માટે લડવું જોઇએ. કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંપર્ક કરવો પ્રમુખ ગ્રાહક સુરક્ષા મંડળ-મોરબી લાલજીભાઈ મહેતા: ૯૮૨૫૭ ૯૦૪૧૨, રામભાઈ મહેતા મંત્રી : ૯૯૦૪૭ ૯૮૦૪૮ માં સંપર્ક કરવો.