MORBI મોરબીમાં નકલી દૂધ અને પનીરના વેચાણ સામે ગ્રાહક સુરક્ષા મંડળ મેદાને: કમિશનરને રજૂઆત




MORBI મોરબીમાં નકલી દૂધ અને પનીરના વેચાણ સામે ગ્રાહક સુરક્ષા મંડળ મેદાને: કમિશનરને રજૂઆત

મોરબી: શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નકલી ખાદ્ય પદાર્થોનું દૂષણ વધી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ગંભીર મુદ્દે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, મોરબીમાં હાલ મોટા પાયે નકલી દૂધ અને નકલી પનીરનો કારોબાર ચાલી રહ્યો છે. દૂધ એ માનવીના રોજિંદા જીવનની પ્રાથમિક જરૂરિયાત છે અને બીમાર દર્દીઓ માટે પણ તે અત્યંત આવશ્યક આહાર છે. આવા સંજોગોમાં ભેળસેળયુક્ત અને નકલી ડેરી પ્રોડક્ટ્સ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે.
મંડળે ફૂડ વિભાગની અત્યાર સુધીની કામગીરીને બિરદાવવાની સાથે સાથે વિનંતી કરી છે કે:બજારમાં મળતા શંકાસ્પદ દૂધ અને પનીરના નમૂનાઓ લેવામાં આવે.ભેળસેળ કરતા તત્વો સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવે.લોકોના આરોગ્યના હિતમાં આ તપાસ ઝુંબેશ તેજ કરવામાં આવે.
આ પત્રની નકલ ફૂડ, ખોરાક અને ઔષધ વિભાગને પણ રવાના કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આ મામલે કેટલી ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે.



