MORBI:મોરબીમાં ફ્રેન્ચાઈઝી આપવાના બહાને રૂ.28 લાખની છેતરપીંડી કરનાર શખ્સને મોરબી સાયબર પોલીસે ઝડપી લીધો
MORBI:મોરબીમાં ફ્રેન્ચાઈઝી આપવાના બહાને રૂ.28 લાખની છેતરપીંડી કરનાર શખ્સને મોરબી સાયબર પોલીસે ઝડપી લીધો
મોરબીમાં ફ્રેન્ચાઈઝી આપવાના બહાને ૨૮ લાખથી વધુની રકમનું ઓનલાઈન ફ્રોડ થયાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદની તપાસ ચલાવતા મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકની ટીમને મોટી સફળતા હાથ લાગી છે આંતરરાજ્ય ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી લઈને લેપટોપ, અનેક બેંકના ક્રેડીટ/ડેબીટ કાર્ડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલ ઇસમેં ૯૦ જેટલી વેબ્સાઈટ બનાવી લોકો સાથે ચીટીંગ કરતો હોવાનું ખુલ્યું છે
મોરબીના વાઘપરામાં રહેતા હિરેન પુજારાને સોશ્યલ મીડિયા દ્વારા ટાટા ઝુડીયો ફ્રેન્ચાઈઝી આપવાની લાલચ આપી ઓનલાઈન ડીપોઝીટ પેટે રૂપિયા ૨૮,03,૫૦૦ ની રકમ મેળવી ફ્રોડ કર્યું હતું જે અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આરોપી દ્વારા ઓરીજીનલ ટાટા ઝૂડીયો જેવી વેબસાઈટ અને ઈમેલ આઈડી બનાવ્યું હતું તેમજ વેબસાઈટ પ્રમોશન માટે વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાતો પ્રસિદ્ધ કરી હતી જેથી ફ્રેન્ચાઈઝી લેવા ઈચ્છુક લોકો પાસેથી ફોર્મ સબમિટ કરાવી, વિવિધ પ્રકારે ડીપોઝીટના બહાને અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી ઓનલાઈન ફ્રોડ આચરતો હતો મોરબી સાયબર ક્રાઈમ ટીમે જમ્મુ કાશ્મીરમાં રૂપિયા જમા કરાવ્યાનું શોધી કાઢ્યું હતું બાદમાં બિહારમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા જે એટીએમ મશીન દ્વારા વિડ્રો કરેલ હતો
જે ટ્રાન્ઝેકશન ટ્રેક કરી એક ટીમ બિહાર મોકલવામાં આવી હતી પરંતુ ટીમ બિહાર આરોપીઓ સુધી પહોંચે તે પૂર્વે જ આરોપીઓ અન્ય રાજ્યમાં ભાગી ગયા હતા આરોપીઓ એક રાજ્યથી બીજા રાજ્યમાં ભાગી પોલીસને પડકાર ફેંકતા હતા સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેકટર કે કે દરબાર દ્વારા એક ટીમની રચના કરી વિવિધ દિશામાં તપાસ ચલાવી હતી જેમાં ટીમ છતીસગઢ રાજ્યમાં તપાસ અર્થે ગઈ હતી જ્યાં આરોપી તેના ઘરે છે કે નહિ તે જાણી ના સકી હતી બીજા દિવસે આરોપી એક લોન્ડ્રીમાં કપડા ધોવડાવે છે તેવી માહિતી મળતા પોલીસ ટીમે વેશ પલટો કરી લોન્ડ્રીવાળા માણસો બની આરોપીના રહેણાંક મકાને જઈને લોન્ડ્રી કપડા માંગતા આરોપી બહાર નીકળ્યો હતો અને આરોપી રીતુઆનંદ પરમેશ્વર પ્રસાદ સિંધ રહે ઝારખંડ હાલ ભિલાઈ છત્તીસગઢ વાળાને ઝડપી લીધો હતો જે આરોપી પોતાના ભાડાના મકાનમાંથી ઓનલાઈન ફ્રોડનું નેટવર્ક ચલાવતો હતો
પ્રધાનમંત્રી મુદ્રા યોજના, વિવિધ કંપનીની સહીત ૯૦ વેબસાઈટ બનાવ્યાનું ખુલ્યું ઝડપાયેલ ઇસમ શાતીર દિમાગનો હોવાનું ખુલ્યું છે જે ઇસમેં પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરીયોજના, વિવિધ સીએનજી કંપનીની ડીલરશીપ માટેની વેબસાઈટ, ચારધામ યાત્રાના નામે શ્રદ્ધાળુઓ સાથે ફ્રોડ કરવા વેબસાઈટ, દેશની નામી કંપનીની ફ્રેન્ચાઈઝી માટેની વેબસાઈટ મળીને કુલ ૯૦ જેટલી વેબસાઈટ બનાવી નાગરિકોને ફ્રેન્ચાઈઝી આપવાના બહાને ફોર્મ સબમિટ કરાવી નાણા ખંખેરી લેતો હતો આવા હજારો ફોર્મની વિગતો મેળવી ભારત દેશના ક્યાં ક્યાં રાજ્યમાં આરોપીએ ફ્રોડ કર્યું છે તેની તપાસ મોરબી સાયબર ક્રાઈમની ટીમ ચલાવી રહી છે
ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં એક કરોડથી વધુની ઠગાઈ ખુલી આરોપીને ઝડપી લઈને સાયબર ક્રાઈમ ટીમે પૂછપરછ કરતા હાલ ગુજરાતના મોરબી ખાતે ૨૮,૦૩,૫૦૦ રાજસ્થાનના ડુંગરપુરમાં ૩૩,૨૪,૫૦૦ અને મહારાષ્ટ્ર રાજ્યના નવી મુંબઈ ખાતે ૫૪,૭૦,૦૦૦ મળીને હાલ ત્રણ રાજ્યમાં એક કરોડથી વધુની ચીટીંગ કર્યાનું ખુલ્યું છે અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પોલીસે તપાસ ચલાવી રહી છે