GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મચ્છુ નદીમાં BAPS દ્વારા ગેરકાયદેસર બનાવેલ દીવાલનું દબાણ હટાવવા સામાજિક કાર્યકરોની માંગ

MORBI:મોરબી મચ્છુ નદીમાં BAPS દ્વારા ગેરકાયદેસર બનાવેલ દીવાલનું દબાણ હટાવવા સામાજિક કાર્યકરોની માંગ

 

 

મોરબીની મચ્છુ નદીમાં BAPS મંદિરના સંચાલકો દ્વારા નદીના પાણીનો અવરોધ બને તે રીતે ગેરકાયદે દીવાલનું દબાણ કરવામાં આવ્યું હોય જે દબાણ હટાવવા માટે સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડિયા દેવેશ, ગીરીશભાઈ કોટેચા સહિતનાઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, જીલ્લા કલેકટર, મ્યુનીસીપલ કમિશ્નર અને ધારાસભ્યને રજૂઆત કરી જણાવ્યું છે કે સામાકાંઠા વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ સંસ્થા અંતર્ગત આવતું BAPS મંદિરના સંચાલકો દ્વારા મચ્છુ નદીના પાણીને આવરોધ બને તેવી રીતે આશરે ૩૦ ફૂટ ઉંચી આડી દીવાલ બાંધવામાં આવી છે દીવાલને કારણે મોરબીના નીચાણવાળા વિસ્તારો જેવા કે ખોખાણી શેરી, ખત્રીવાસ, વણકરવાસ, ભરવાડવાસ, બોરીચાવાસ અને વજેપર સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાનું જોખમ છે અને પુરની સ્થિતિ નિર્માણ પામે તેવી સંભાવના રહેલી છે મંદિર દ્વારા જે દીવાલ ઉભી કરવામાં આવી છે તે તદન ગેરકાયદેસર છે મોરબી કલેકટર દ્વારા દીવાલને તોડી પાડવાનો હુકમ જાહેર કરવામાં આવ્યો હતો છતાં થોડો સમય દીવાલ તોડવાની કામગીરીનો દેખાવ કર્યા બાદ દીવાલ તોડવાનું કામકાજ રોકી દેવામાં આવ્યું હતું અને દીવાલ જેમની તેમ જોવા મળે છે મહાપાલિકા તંત્ર દુકાન બહાર ઓટલા પણ તોડી રહી છે અને નિયમોનું પાલન કરાવી રહી છે ત્યારે મચ્છુ નદીની વચ્ચોવચ ખડકી દીધેલ ગેરકાયદે દીવાલ કેમ તોડી પાડતા નથી ભવિષ્યમાં હોનારત જેવી સ્થિતિ ના સર્જાય માટે તાત્કાલિક દીવાલ તોડવાની કામગીરી કરવા માંગ કરી છે

Back to top button
error: Content is protected !!