MORBI:મોરબી જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા દશ જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ડીટેઇન કર્યા
MORBI:મોરબી જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા દશ જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ડીટેઇન કર્યા
મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુષણખોરી કરી વસવાટ કરતા લોકો બાબતે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતુ. જે ડ્રાઈવ દરમ્યાન મોરી જીલ્લા પોલીસની અલગ અલગ કુલ-૫૩ ટીમો બનાવી મોરબી સોની બજાર, હોટલ, સ્પા તેમજ મજુર વસાહતોમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતુ. જે ચેકીંગ દરમ્યાન કુલ-૧૫૦૦ જેટલા ઇસમો, હોટલ ચેક-૭૦ જેટલી હોટલ, ધાબા ચેક-૨૪, સ્પા ચેક-૪૮, ગેસ્ટ હાઉસ ચેક-૧૩, ફાર્મહાઉસ ચેક-૦૯, મદ્રેશા/દરગાહ/ધર્મશાળા ચેક-૨૪, તેમજ ઉદ્યોગીક કંપનીના મજુરો ચેક-૩૦૦ જેટલા, મજુર વસાહત ચેક -૩૫, શૈક્ષણીક સંકુલ-૩ વિગેરે ચેક કરવામાં આવેલ અને ચેક કરવામાં આવેલ ઈસમોના ડોકયુમેન્ટ તથા જરૂરી આધાર પુરાવા વેરીફાઈ કરવા માટે ૨૭ જેટલા બી રોલ ભરવામાં આવેલ છે તેમજ શંકાસ્પદ ઇસમોના આધાર પુરાવાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે. તેમજ આ ડ્રાઈવની કાર્યવાહી આગળના દિવસોમાં પણ ચાલુ રાખવામા આવશે.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબી જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ-૧૦ જેટલા બાંગ્લાદેશી નાગરીકોને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુષણખોરી કરી વસવાટ કરતા લોકો બાબતે કોઈ માહિતી હોય, તો મોરબી પોલીસ કંટ્રોલરૂમ નં-૭૪૩૩૯ ૭૫૯૪૩ અથવા એસ.ઓ.જી. કચેરીના મો.નં-૭૦૯૬૨ ૬૩૯૯૯ પર સંપર્ક કરી જાણ કરવા વિનંતી છે.