MORBI :GMERS મેડીકલ કોલેજ મોરબી ખાતે નેતાજી સુભાષચંદ્ર બોસ જયંતી નિમિતે ટીબી અવેરનેશ કાર્યક્રમ યોજાયો
MORBI:ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત GMERS મેડીકલ કોલેજ મોરબી ખાતે 100 days campaign ના ભાગ રૂપે ૨૩ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોસ જયંતી નિમિતે ટીબી અવેરનેશ કાર્યક્રમ યોજાયો
100 Days intensified Campaign નો હેતુ જન ભાગીદારી થકી ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો છે. આ અભિયાન ના ભાગ રૂપે તથા ૨૩ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોસ જયંતી નિમિતે GMERS મેડીકલ કોલેજ મોરબી ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી. કે.શ્રીવાસ્તવ સર તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા ના માર્ગદર્શન હેઠળ તથા GMERS મેડીકલ કોલેજ ડીનશ્રી બિસ્વાસ સાહેબ, અસીસ્ટન્ટ પ્રોફેસર ડો. ટ્વિન્કલ પરમારસાહેબ તથા ડો. વિપુલ ખખર સાહેબના વડપણ હેઠળ યુથ અવેરનેસ માટે ટીબી મુક્ત ગુજરાત/મોરબી ની શપથ લઈ પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવી