MORBIMORBI CITY / TALUKO
MORBI: આજે મોરબીના જેતપર ખાતે ખેડૂત આંદોલનના સમર્થનમાં ભવ્ય લોક ડાયરો




MORBI: આજે મોરબીના જેતપર ખાતે ખેડૂત આંદોલનના સમર્થનમાં ભવ્ય લોક ડાયરો

ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનના ભાગરૂપે આજે ૧૯ જૂન ૨૦૨૬ના રોજ મોરબીના જેતપર ઉપવાસ છાવણી ખાતે એક વિશાળ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. “જય જવાન, જય કિસાન”, “ખેડૂત એકતા ઝિંદાબાદ” અને “ખેતી બચાવો, દેશ બચાવો” ના નારાઓ સાથે આંદોલનને વધુ વેગ આપવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અને સમર્થકો એકત્રિત થશે

આ સાંસ્કૃતિક અને પ્રેરણાદાયી લોક ડાયરામાં જાણીતા કલાકારો વિવેક વાઘાણી અને વેનિશા પટેલે પોતાની પ્રસ્તુતિઓ દ્વારા ઉપસ્થિત જનમેદનીમાં ભારે ઉત્સાહ ભરી દીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સાઉન્ડ સંચાલન ‘ચામુંડા સાઉન્ડ’ અને સ્ટેજ-મંડપ વ્યવસ્થા ‘નીલકંઠ મંડપ સર્વિસ’ ના સથવારે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોના જુસ્સાને વધારવા માટે આ લોક ડાયરો આકર્ષણનું કેન્દ્ર બનશે.



