MORBI – મોરબીમાં બાગાયત ખેડુતો વિવિધ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે
MORBI – મોરબીમાં બાગાયત ખેડુતો વિવિધ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪- ૨૫ અંતર્ગત વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમ કે અર્ધ પાકા, કાચા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, પ્લાસ્ટીક મલ્ચીંગ મશીન, પાવર નેપસેક સ્પ્રેયર, ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટિંગ, પેકીંગ, વિવિધ એકમ ઉભા કરવા સહાય, કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયતી પાકોના પ્રોસેસીંગના નવા યુનીટ, ઔષધીય સુગંધિત પાકોના નવા ડીસ્ટીલેશન યુનિટ, મિશન મધમાખી સહાય, ટ્રેક્ટર ૨૦ પી.ટી.ઓ. એચ.પી. સુધી સહાય, ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર ૩૫ બી.એચ.પી. થી વધુ, ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર ૨૦ બી.એચ.પી. થી ઓછા, સ્વયં સંચાલિત બાગાયતી મશીનરી, કંદ, ફુલ, છુટ્ટા ફુલ વગેરે ઘટક માટે આગામી તારીખ ૦૧/૧૨/૨૦૨૪ થી તારીખ ૦૭/૧૨/૨૦૨૪- ૦૭ દિવસ સુધી https://ikhedut.gujarat.gov.in/ આ વેબસાઈટમાં આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.
આ ઉપરાંત આંબા- જામફળ- પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ઘનિષ્ટ ખેતીથી વાવેલ વિવિધ ફળપાકો, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, કમલમ ફળ વાવેતરમાં સહાય, આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓના નવસર્જન માટે સહાય, નેટહાઉસ નળાકાર સ્ટ્રકચર, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, પોલીહાઉસ- નળાકાર સ્ટ્રક્ચર માટે, નેટહાઉસ- નળાકાર સ્ટ્રક્ચર માટે, રાઇપનીંગ ચેમ્બર ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન, સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય, ફંકશનલ ઈંફ્રાસ્ટક્ચર, નાની નર્સરી ૧ હેકટર સુધી વગેરે ઘટકોમાં સહાય મેળવવા માટે મોરબી જિલ્લાના પ્રત્યેક ખેડુતોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને આગામી તારીખ ૦૧/૧૨/૨૦૨૪ થી તારીખ ૧૫/૧૨/૨૦૨૪- ૧૫ દિવસ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કર્યા બાદ આ અરજીની પ્રિન્ટ નકલ સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે નવા ૭- ૧૨, ૮- અ, આધારકાર્ડની નકલ, બેંક પાસબૂક નકલ કે રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર (માત્ર અનુસૂચિત જાતિ માટે) સાથે જોડાવાના રહેશે. તેમજ આ તમામ કાગળિયા રૂબરૂ કે ટપાલના માધ્યમથી નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬- ૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામાં ઉપર મોકલી આપવાનું રહેશે. તેમ નાયબ બાગાયત નિયામક, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.