MORBI:એક પૈસાદાર માણસ ગ્રામ પંચાયત નો ટેક્સ ભરવામાં ગતકડાં કાઢે તો શું માનવું? પાર્ટી ખોટમાં પડી છે? કે દેણું થઈ ગયું!
MORBI:એક પૈસાદાર માણસ ગ્રામ પંચાયત નો ટેક્સ ભરવામાં ગતકડાં કાઢે તો શું માનવું? પાર્ટી ખોટમાં પડી છે? કે દેણું થઈ ગયું!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં ઉદ્યોગ નો દબદબો છે પૈસા ની કોઈ કમી નથી ત્યારે તેમનાં માટે માત્ર રૂપિયા પંચોતેર હજાર ટેક્સ એ રમત વાત છે પણ આવા ટેક્સ ભરવામાં ગતકડાં કાઢે ત્યારે શું માનવું? પાર્ટી ખોટમાં પડી? કે પછી દેણું થઈ ગયું? વાત છે વધાસીયા ગ્રામ પંચાયત નાં હદ વિસ્તારમાં આવેલા વ્હાઇટ હાઉસ ની. તેના માલીક નેં વારંવાર ફોન કર્યા છે તલાટી દશેકવાર રૂબરૂ ધક્કો ખાધો છે જીલ્લા પંચાયત કચેરી ખાતે થી ફોન કર્યા છે પણ દાદ આપી નથી ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ની સુચના મુજબ નાયબ ચીટનીશ વિપુલ જીવાણી, વિસ્તરણ અધિકારી ડેનીસ ઝાલરીયા અને તલાટી કમ મંત્રી મહેશ વોરા એ વઘાસીયા ગામ નાં હદ માં પહોચી ને વ્હાઇટ હાઉસ ની આખરી નોટિસ આપી છે જો સમયસર ટેક્સ ભરવામાં નહીં આવે તો મિલ્કત નેં સીલ કરવામાં આવશે! તેવી ચીમકી આપી છે