MORBI મોરબીના શનાળા નજીક શ્રીજી એસ્ટેટમા નર્મદાની લાઈનમાંથી ગેરકાયદેસર પાણી ચોરીનો થયો પર્દાફાશ
MORBI મોરબીના શનાળા નજીક શ્રીજી એસ્ટેટમા નર્મદાની લાઈનમાંથી ગેરકાયદેસર પાણી ચોરીનો થયો પર્દાફાશ
પાણી ચોરી અંગે પાસા નો કાયદો છે અમલમાં!
નર્મદા નિગમના અધિકારીઓએ મુક્યો છે કાયદો !
મોરબી પંથકમાં બેફામ થતી પાણી ચોરી!
પાણી ચોરી અંગે પાસા ની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી — પાણીના સ્ત્રોતમાંથી પાણી ચોર ચોરી કરતા પાણી ચોર સામે કાર્યવાહી કરવા અંગે સરકારે લીલી ઝંડી આપી દીધી છે અને તે અંગેનો કાયદો પણ બની ચૂક્યો છે. નર્મદા નિગમે તેમના હેઠળના તમામ અધિકારીઓને આ બાબતની સૂચના આપી છે તેમજ ગૃહ વિભાગ વિભાગમાંથી કલેક્ટરોને પત્ર પાઠવવામાં આવ્યા છે ત્યારે મોરબીના નર્મદા કેનાલમાં અને પાણીની પાઇપલાઇનમાં એમ બે જગ્યાએ પાણી ચોરીનો પર્દાફાશ થયો છે ત્યારે આ બાબતે નર્મદા નીગમના અધિકારીઓ કેવી કાર્યવાહી કરે છે તે આવનારો સમય કહેશે
આ બાબતે વાત કરીએ તો મોરબીના મેડિકલ કોલેજ નજીક “શ્રીજી એસ્ટેટ” લોટિંગ ના કારખાના દ્વારા પસાર થતી નર્મદાની પાણીની લાઈનમાંથી પાણી ચોરીના ભૂતિયા કનેકશનો પકડવા ગાંધીનગરથી અધિકારી – કર્મચારીઓની ટીમ પ્હોંચી હતી. છેલ્લા ૭-૮ વર્ષ થી ચાલતી પાણી ચોરીના કિસ્સામાં સ્થાનિક તંત્રની ભેદી મૌન તેમની પ્રમાણીક ફરજ ની આશંકા ઉપજાવે છે
મોરબી રાજકોટ હાઇવે પર આવેલ શ્રીજી એસ્ટેટ ઇન્ડસ્ટ્રીયલમાં જી. ડબલ્યુ.આઇ.એલ. (GWIL) ની ટીમે દરોડો પાડી ને ભૂતિયા નળ કનેક્શન પકડી પાડયા છે.સ્થાનીક પોલીસ, એસ આર પી, જીસીબી સહિત ૫૦થી વધુ અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ૩૦ થી વધુ કારખાનેદારોએ નર્મદાની પાઇપ લાઇનમાંથી ગેરકાયદેસર ભુતિયા કનેક્શન લીધા હોવાનો પર્દાફાશ થયો છે. સાત આઠ વર્ષોથી આ ચાલતી પાણી ચોરી અંગે સ્થાનિક તંત્ર દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી કરોડો લિટર પાણી ચોરી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગરની ટીમ દ્રારા દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષોથી ગેરકાયદેસ કનેક્શન દ્રારા પાણીની મસમોટી ચોરી કરવામાં આવતી હોવાની ફરીયાદ ઉઠી છે. ત્યારે આગામી દિવસોમાં સ્થાનીક તંત્ર અને કારખેદારો પર કાર્યવાહી કરશે કે કેમ! અને કરશે તો પાસા હેઠળ ની કાર્યવાહી કરશે કે કેમ તે આવનારો સમય કહેશે..