MORBIMORBI CITY / TALUKO

MORBI:લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા મોરબી ગોકુલ નગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટીબીના 25 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

 

MORBI:લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા મોરબી ગોકુલ નગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટીબીના 25 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

“ટીબી મુક્ત ભારત અભિયાન “અંતર્ગત ટીબી ના જરૂરિયાત મંદ દર્દીઓને પોષણયુક્ત ખોરાક મળી રહે તો તેનેરોગ માંથી જલ્દીથી સ્વસ્થ થવામાં મદદ રૂપ થઈ શકે. જે અંતર્ગત સામાજીક, સેવાભાવી સંસ્થાઓ, સમાજ હિતચીંતકો માં પણ ટીબી મુક્ત ભારત અને સ્વસ્થ ભારત બનાવવા માટેની ભાવના જોવા મળી રહી છે. અને ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ સાથે તેમને મદદરૂપ થઇ રહ્યા છે.

ત્યારે અનેક સેવાકાર્યો કરવા માટે જાણીતી મોરબી સ્થિત લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી એ પણ મોરબી ના અર્બન હેલ્થ સેન્ટર ગોકુલનગર ખાતે પહોંચ્યા હતા અને અત્યંત જરૂરિયાતમંદ 25 ટીબીના દર્દીઓને ટીબી ની દવાની સાથે-સાથે દરરોજ પોષણ યુક્ત આહાર લઈ શકે તે તેવા ઉમદા હેતુથી પોષણ યુક્ત રાશન કીટ આપી હતી

આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ શ્રી હરજીભાઈ સુવારીયા, મંત્રી શ્રી zc કેશુભાઇ દેત્રોજા, FVDG રમેશભાઈ રૂપાલા , ખજાનચી ચંદુભાઈ કુંડારિયા તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી ના સભ્યો ટી.સી. ફુલતરિયા સાહેબ, નાનજીભાઈ મોરડીયા સાહેબ તથા મણિભાઈ કાવર સાહેબએ હાજર રહી ઉમદા માનવીય અભિગમ સાથે ટીબી દર્દીઓ ને કીટ આપેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા, જીલ્લા ક્ષય કેન્દ્રના સુપરવાઈઝર દીપકભાઇ પટેલ, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, મોરબી તાલુકા સુપરવાઈઝર શૈલેષ ભાઈ પારેજીયા, અર્બન હેલ્થ સેન્ટર મેડિકલ ઓફિસર ડૉ. શ્રેયા માતરિયા ,આયુષ મેડિકલ ઓફિસર ડૉ.ધરતી પડસુંબિયાએ તથા સેન્ટરના સર્વે સ્ટાફ મેમ્બરએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!