GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

રાજકોટના કણકોટ ખાતેની સરકારી Rajkot: ઈજનેરી કોલેજમાં એપ્રેન્ટિસશીપ માટેની પ્રક્રિયા

તા.૮/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ભારત સરકારની નેશનલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ(NATS) અને ગુજરાતની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના(MAY) અંતર્ગત કમિશનરશ્રી, ટેકનિકલ શિક્ષણ કચેરી, ગાંધીનગર હેઠળની સરકારી કોલેજોમાં વિવિધ કામગીરી માટે યોગ્ય ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે પસંદગી કરવામાં આવશે.

જે અંતર્ગત સરકારી ઇજનેરી કોલેજ, રાજકોટ ખાતે સિવિલ ઇજનેરી, કોમ્પ્યુટર ઇજનેરી, ઇલેક્ટ્રિકલ ઇજનેરી, મિકેનિકલ ઇજનેરી તથા લાઇબ્રેરી સાયન્સ સહિતની પોસ્ટ માટે ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસની પસંદગી થનાર છે.

આ યોજનામાં પસંદગી પામેલા એપ્રેન્ટીસને નિયમ મુજબ સ્ટાઇપેંડ ચૂકવવામાં આવશે. એપ્રેન્ટિસશીપ પ્રક્રિયાનું રજીસ્ટ્રેશન તા.૩૧/૦૮/૨૦૨૫ સુધીમાં ઓનલાઇન કરાવી શકાશે. એપ્રેન્ટિસશીપ અંગેની પ્રક્રિયા, નિયમો, લાયકાત તથા રજીસ્ટ્રેશન અંગેની માહિતી સંસ્થાની વેબસાઈટ www.gecrajkot.ac.in પરથી મળી શકશે. આ પ્રક્રિયા માર્ગદર્શન મેળવવા માટે ઇ-મેલ આઇ-ડી apprentice@gecrajkot.ac.in અથવા મોબાઈલ નંબર ૯૪૨૮૩૪૮૧૯૪ પર સંપર્ક કરી શકાશે, તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!