MORBI:મિશન નવભારત મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરીયા જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી
MORBI:મિશન નવભારત મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરીયા જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી
“અમારી સાથે એક વૃક્ષ વાવો” – મિશન નવભારત મોરબી જિલ્લાનો પર્યાવરણીય ઉપક્રમ મારા જન્મદિવસ નિમિત્તે પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી “અમારી સાથે એક વૃક્ષ વાવો” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે પર્યાવરણીય સંરક્ષણ અને વૃક્ષારોપણ જેવા સારા કાર્યો માટે વિવિધ સહભાગીઓને સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ તરીકે ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, નકલંકધામ દામજીભગત, મોરબી RFO એસ.બી. ભરવાડ સાહેબ, મિશન નવભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, યુવા અધ્યક્ષ પ્રથમભાઇ અમૃતિયા, મકનસર પાંજલાપોળ પ્રમુખ વેલજીભાઇ પટેલ, અને મોરબીના અનેક પર્યાવરણ પ્રેમીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
આ ઉજવણી દ્વારા મિશન નવભારત મોરબી જિલ્લા પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને વધુને વધુ લોકોને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી છે.