MORBI મોરબી: નંબર પ્લેટ વગરની કારમાંથી ૮૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો




MORBI મોરબી: નંબર પ્લેટ વગરની કારમાંથી ૮૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પ્રોહીબિશન અને જુગારના ગુનાઓ અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે રેઇડ પાડીને બિનવારસી નંબર પ્લેટ વગરની કારમાંથી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેઓને એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, “એક સફેદ રંગની, નંબર પ્લેટ વગરની મહેન્દ્રા કંપનીની TUV 300 કારમાં ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વગર દેશી દારૂનો જથ્થો ભરીને માળીયા (મિં) તરફથી મોરબી તરફ આવી રહી છે.” આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને શંકાસ્પદ કારને અટકાવી રેઇડ કરી હતી.
પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:દેશી દારૂ: ૮૦૦ લીટર (કિંમત રૂ. ૧,૬૦,૦૦૦/-)મહેન્દ્રા TUV 300 કાર: (કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/-)કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. ૫,૬૦,૦૦૦/-આ મામલે પોલીસે કુલ રૂપિયા ૫.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી, કારના ચાલક વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધીને તેની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




