MORBI:મોરબી એક વર્ષથી પોલીસને ચકમો આપતો રીઢો બુટલેગર જૂના દેવળિયામાંથી ઝડપાયો

MORBI:મોરબી એક વર્ષથી પોલીસને ચકમો આપતો રીઢો બુટલેગર જૂના દેવળિયામાંથી ઝડપાયો
મોરબી એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્કવોડની ટીમને એક મોટી સફળતા સાંપડી છે. પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં છેલ્લા લગભગ એક વર્ષથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા રીઢા બુટલેગરને પોલીસે દરોડો પાડીને ઝડપી લીધો છે.
મળતી વિગતો અનુસાર, માળીયા (મીં.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા નવ મહિનાથી ફરાર આરોપી વિજય જયંતીભાઈ અઘારા (રહે. જૂના દેવળિયા, તા. હળવદ, જી. મોરબી) તેના ગામમાં આવેલ રહેણાંક મકાને હાજર હોવાની ચોક્કસ બાતમી એલસીબી ટીમને મળી હતી. આ આરોપી સામે અન્ય પ્રોહિબિશનના ગુનાઓમાં પણ કાર્યવાહી બાકી ચાલતી હતી.
બાતમીના આધારે પોલીસે હળવદના જૂના દેવળિયા ગામે દરોડો પાડીને વિજય અઘારાને તેના ઘરેથી જ કોર્ડન કરી ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને મોરબી એલસીબી કચેરી ખાતે લાવી, કાયદેસરની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસની આ સફળ કામગીરીથી અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.







