GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ગરમીના કારણે લુ લાગવાથી બચવા અંગે તકેદારી રાખવા આરોગ્યતંત્રની અપીલ

MORBI:મોરબી ગરમીના કારણે લુ લાગવાથી બચવા અંગે તકેદારી રાખવા આરોગ્યતંત્રની અપીલ

ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરી છે, જે અનુસંધાને મોરબી જિલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.આવા સંજોગોમાં લુ લાગવાની ઘટના વધુ જોવા મળતી હોય છે. વધુ પડતી ગરમી ના કારણે લુ લાગવાના (સન સ્ટ્રોક)કેસો ખાસ કરીને શ્રમિકો અને ખેત મજૂરોમાં વધુ બને છે. જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે.અસહય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવા થવાથી ઘટે છે. પરંતુ બહારનું તાપમાન ખુબ જ ઊંચું હોય ત્યારે પરસેવાથી શરીરનું તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી.

શરીર અને હાથ પગ દુઃખવા, માથું દુઃખવુ, શરીરનું તાપમાન વધી જવું, ખુબ જ તરસ લાગવી, ગભરામણ થવી, શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, અતિ ગંભીર કિસ્સમાં ખેંચ આવવી વગેરે લૂના લક્ષણો છે.

લુ લાગવાથી બચવાના માટે ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, ટોપી, ચશ્માં છત્રીનો ઉપયોગ કરવો. ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુંછવું.

સીધા સૂર્ય પ્રકાશ થી બચવું અને દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાયામાં રહેવું. દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, લીંબુ શરબત, નાળીયેર નું પાણી,ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણ માં પીવા. નાના બાળકો, સગર્ભા માતા, વૃધ્ધો અને અશકત-બીમાર વ્યક્તિઓ એ તડકામાં વિશેષ કાળજી રાખવી.

માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના આયુષમાન આરોગ્ય મંદિર/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/હોસ્પિટલ નો સંપર્ક કરવા મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!